અભિનેત્રીને ત્રાસ આપતા એક્ટર અને ટીવી નિર્માતાની ધરપકડ
- સોશ્યલ મિડિયા દ્વારા
મુંબઇ: અંધેરીથી ટેલિવિઝન અભિનેતા અને નિર્માતાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ સોશિયલ મિડિયામાં ફેક એકાઉન્ટ બનાવીને અન્ય અભિનેતાને અશ્લીલ સંદેશા મોકલ્યા હતા, એમ પોલીસે શનિવારે જણાવ્યું હતું.
અભિનેતા સુરજીત રાઠોડ કરણી સેનાનો નેતા હોવાનું કહેવાય છે. ૨૭ વર્ષીય અભિનેત્રી-મોડેલે તેના પ્રપોઝનો અસ્વીકાર કર્યો હતો. આથી તેણે મોડેલને તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.
બાંગુરનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી નિર્માતાએ કથિતરીતે ઇન્સ્ટાગ્રામ પર પીડિતાનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. બાદમાં અભિનેત્રી તેના સંબંધીઓ, મિત્રોને અશ્લીલ સંદેશા મોકલ્યા હતા. આમ તેની બદનામી કરી હતી.
પીડિતાએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કલમ ૩૫૪, ૫૦૬ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવની હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.