નવી મુંબઈમાં 2015 બાદના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરોઃ હાઈકોર્ટ
જનહિત અરજી પર નવી મુંબઈ પાલિકાને આપ્યો આદેશ
૨૦૧૫ સુધીના ગેરકાયદે બાંધકામને દંડ ભરીને નિયમિત કરવામાં આવ્યાની પણ વિગત મગાવી
મુંબઈ: નવી મુંબઈ મહાપાલિકાની હદમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૫ બાદ કેટલાં ગેરકાયદે બાંધકામ થયા છે, એનું સર્વેક્ષણ કરીને ગદેરકાયદે બાંધકામ સામે કાયદેસર કાર્યવાહી કરવાનો આદેશ, હાઈ કોર્ટે નવી મુંબઈ મહાપાલિકાને આપ્યો છે.
નવી મુંબઈના રહેવાસી કિશોર શેટ્ટીએ શહેરમાં ગેરકાયદે બાંધકામ તરફ ધ્યાન દોરતી જનહિત અરજી ૨૦૨૨માં કરી હતી. તુર્ભે, એરોલી, કોપરખૈરણે જેવા સ્થળોએ અનેક ઠેકાણે પાલિકા તરફથી રીતસર બાંધકામની પરવાનગી લીધા વિના ગેરકાયદે બાંધકામ થયા છે. એફએસઆઈનો દુરુપયોગ કરીને વધારાના માળ બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક ગેરકાયદે બાંધકામ પણ હાલ ચાલુ છે. પાલિકાના વોર્ડ અધિકારી આંખ આડા કાન કરી રહ્યા છે, એવો દાવો અરજદારે કર્યો હતો. સોગંદનામા દ્વારા માહિતી અધિકારમાં અને વેબસાઈટ દ્વારા મેળવેલી માહિતી રજૂ કરાઈ હતી.
આ પૂર્વે નવી મુંબઈમા ંખાસ કરીને દીઘામાં ગેરકાયદે બાંધકામના પ્રશ્ને રાજીવ મિશ્રાએ કરેલી અરજી પર કોર્ટે કાર્યવાહીનો નિર્દેશ આપ્યા બાદ રાજ્ય સરકારે વિશે, કાયદા અને અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની નીતિ ઘડી હતી. આથી ૩૧૦ ડિસેમ્બર ૨૦૧૫ સુધીનાબાંધકામોની વર્ગવારી કરતાં વિશિષ્ટ બાંધકામ દંડ વસૂલીને શરતોને આધીન નિયમિત કરવાનો નિર્ણય સરકારે લીધો હતો.આ નીતિ કોર્ટે ફગાવી હતી. સુપ્રીમકોર્ટે હા ઈકોર્ટની તોડકામ કાર્યવાહીના આદેશને સ્ટે આપ્યો હતો. મહાપાલિકાની બાજુ માંડતાં વકિલે સુપ્રીમ કોર્ટનો મનાઈ આદેશ હોવાનું જણાવ્યું હતું. સરકારે દંડ ભરીને નિ.મિત કરવાનો પ્રયાસ કર્યો હતો તેની વિગત ત્રીજી એપ્રિલે રજૂ કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે.