Get The App

પોર્શે કેસમાં બ્લડ સેમ્પલ બદલનારા સાસૂન હોસ્પિટલના સ્ટાફ સામે કાર્યવાહીની મંજૂરી

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
પોર્શે  કેસમાં બ્લડ સેમ્પલ બદલનારા  સાસૂન હોસ્પિટલના  સ્ટાફ સામે  કાર્યવાહીની મંજૂરી 1 - image


અકસ્માત બાદ સગીર કારચાલકના બ્લડ સેમ્પલ બદલાયાં હતાં

બે ડોક્ટર   તથા કર્મચારી સામે આરોપો ઘડવા રાજ્ય સરકારની  જરુરી મંજૂરી મેળવી લેવામાં આવી હોવાની કોર્ટમાં રજૂઆત

મુંબઈ, તા.૨૫

પુણેના પોર્શે કાર અકસ્માત કેસમાં સસૂન હોસ્પિટલના  ડો. અજય તાવરે, ડો. શ્રીહરી હલનોર અને અતુલ ઘટકાંબળે સામે કાર્યવાહી કરવાની પુણે પોલીસને રાજ્ય સરકારે મંજૂરી આપી હોવાની સ્થાનિક કોર્ટમાં જાણકારી અપાઈ હતી. 

પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં ૧૯ મેના રોજ પરોઢિયે સગીરે દારુના નશામાં ચલાવેલી પોર્શ કારની અડફેટમાં ટુ વ્હીલર પર સવાર બે આઈટ પ્રોફેશનલના મોત નીપજ્યા હતા. 

સગીરના લોહીના નમૂના બદલીને દારુની ટેસ્ટ નેગેટિવ લાવવામાં તાવરે, હલનોર અને ઘટકાંબળે સામે સંડોવણીનો આરોપ છે.

સરકારી કર્મચારી સામે આરોપ  ઘડવા કે કાર્યવાહી માટે મંજૂરી મેળવવી જરૃરી હોવાથી અમે રાજ્ય સરાકર પાસેથી મંજૂરી મેળવી લીધી હોવાનું વિશેષ સરકારી વકિલ શીશીર હિરયે જણાવ્યું હતું. ત્રણે આરોપી તેમ જ સગીરના માતાપિતા અને બે વચેટિયા પણ જેલમાં બંધ છે.


Google NewsGoogle News