Get The App

સગર્ભા પત્નીનું ગળું ઘોંટીને હત્યાનું કૃત્ય અપવાદજનક હિંસા નથી : હાઈકોર્ટ

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
સગર્ભા પત્નીનું ગળું ઘોંટીને હત્યાનું કૃત્ય અપવાદજનક હિંસા નથી : હાઈકોર્ટ 1 - image


સરકારે સજા માફીની અરજી ફગાવી હતી, હાઈકોર્ટે આદેશ પલટાવ્યો

અગાઉ  ફાંસીની સજા જન્મટીમાં ફેરવાયા બાદ દોષિત પોલીસ અધિકારીએ  ૨૨ વર્ષની સજા બાદ માફીની જોગવાઈના લાભની માગણી કરી હતી

મુંબઇ: ગર્ભવતી મહિલાનું ગળું ઘોંટીને મારી નાખવાનું કૃત્ય હિંસક છે છતાં તેને અપવાદજનક હિંસા અને ઘાતકતા સાથે કરાયેલી હત્યા ગણીને સજા માફીનો લાભ નકારી શકાય નહીં.

સગર્ભા પત્નીનું ગળું ઘોંટીને મારી નાખવા બદલ નીચલી કો ર્ટ દ્વારા સજા પામેલા પોલીસ અધિકારીને મુદત પૂર્વે જેલમાંથી મુક્તિ  આપવાનું રાજ્ય સરકારે નકાર્યું હતું. પરંતુ, રાજ્ય સરકારના આ નિર્ણયને કોર્ટે રદબાતલ કર્યો હતો.

કસૂરવાર પ્રદીપસિંહ મુરલીધરસિંહ ઠાકુરે કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. ૨૦૦૧માં સેશન્સ કોર્ટે તેને હત્યાના કેસમાં કસૂરવાર ઠેરવ્યો હતો અને ફાંસીની સજા સંભળાવી હતી. અરજદાર સામે ક્રૂરતાનો પણ ગુનો સાબિત થયો હતો. આથી ત્રણ વર્ષની સખત સજા અને રૂ. ત્રણ હજારનો દંડ પણ કરાયા હતા. જોકે અરજદારને બેદરકારીથી મોત નીપજાવવાના આરોપમાંથી મુક્ત કરાયો હતો. અપીલ કરતાં તેના મૃત્યુદંડની સજાને હાઈકોર્ટે જન્મટીપમાં ફેરવી હતી. અરજદારે બાદમાં સજા માફી માટે પણ અરજી કરી હતી.

સારા વર્તન બદલ અપાયેલા લાભ તરીકે ઘટાવેલા સમય સહિત ૨૨ વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ માફી આપી શકાતી હોવાના સરકારના ૧૫ માર્ચ ૨૦૧૦ના ઠરાવને આધારે અરજી કરવામાં આવી હતી. સરકારે અરજી ફગાવીને જણાવ્યું હતું કે આ કેસ અપવાદજનક હિંસા ધરાવતો હોવાથી કસૂરવારને ૨૬ વર્ષની જેલ ભોગવ્યા બાદ સજા માફીને પાત્રતાની શરત લાગુ નથી પડતી. જોકે કોર્ટે રાજ્ય સરકારના ૨૦૧૮ના નિર્ણયને રદ કરીને જણાવ્યું હતું કે અરજદાર એ શ્રેણીમાં આવે છે. અરજદારનું કૃત્ય પૂર્વનિયોજીત હતું પણ અપવાદજનક હિંસામાં આવતું નથી.

અરજદાર પોલીસ ખાતામાં કામ કરતો હોવાથી અને પત્ની ગર્ભવતી હોવાથી તેને સજા માફીના લાભથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે રાજ્ય સરકારના અગાઉના નિર્ણયને ે રદ કરીને અરજદારના કેસને ફરી વિચારણામાં લેવાનું જણાવ્યું છે. કોર્ટના નિરીક્ષણને યોગ્ય રીતે લાગુ કરવાનો જેલ ઓથોરિટીને નિર્દેશ આપીને અરજદારે ૨૨ વર્ષનો જેલવાસ પૂર્ણ કર્યો છે કે કેમ તેના પર અભિપ્રાય આપવા જણાવ્યું છે.


Google NewsGoogle News