આરોપી તરુણાના લોહીના નમૂના કચરામાં ફેકી દીધા : સસૂન હોસ્પિટલ ફરી બદનામ : બે ડૉકટરની ધરપકડ

Updated: May 28th, 2024


Google NewsGoogle News
આરોપી તરુણાના લોહીના નમૂના કચરામાં ફેકી દીધા : સસૂન હોસ્પિટલ ફરી બદનામ : બે ડૉકટરની ધરપકડ 1 - image


પુણે પોર્શે કાર અકસ્માત કેસ

મુંબઇ  :  પુણે પોર્શે કાર એક્સિડેન્ટ કેસમાં દરરોજ નવી ચોંકાવનારી માહિતી  સામે આવી રહી છે. બે આઇટી પ્રોફેશનલને કાર નીચે કચડી મારનારા ૧૭ વર્ષીય તરુણના લોહીના નમૂના સસૂન હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન કચરાના ડબામાં ફેંકી દેવામાં આવ્યા હતા. તેની જગ્યાએ અન્ય વ્યક્તિના લોહીના નમૂના બદલી કરાયા હતા. એમાં આલ્કોહોલના કોઇ નિશાન ન હતા. આમ તરુણને બચાવવા  પુરાવાનો નાશ કરનારા બે ડૉકટરની ધરપકડ કરવામાં આવી છે. કિશોરના પિતાએ ડૉકટરને  વારંવાર ફોન કરી પૈસાની લાલચ આપી હતી.

તરુણના પિતાએ ડૉકટરને અનેક ફોન કર્યા પૈસાની લાલચ આપી

સસૂન હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના વડા ડૉ. અજય તાવરે અને ચીફ મેડિકલ ઓફિસર ડૉ. શ્રીહરી હળનોરને પકડીને પોલીસે વધુ તપાસ આદરી છે.

પુણેના પોલીસ કમિશનર અમિતેશકુમારે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં  જણાવ્યું હતું કે કિશોરના પિતાએ ડૉકટરને  કોલ કરી પુત્રના લોહીના નમૂના બદલવાની લાલચ આપી હતી.  લોહીના નમૂના અન્ય વ્યક્તિ સાથે બદલી કરાતા હોસ્પિટલમાંથી રવિવારે મળેલા રિપોર્ટમાં આલ્કોહોલના કોઇ નિશાન મળ્યા નહતા.

પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં સગીર છોકરા દ્વારા બેફામપણે  પોર્શે કાર દોડાવીને બાઇકને અડપેટમાં લેતા બે આઇટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. અકસ્માત સમયે કિશોર દારૃના નશામાં હોવાનો પોલીસે દાવો કર્યોહતો.

ડૉ. તાવરેની સૂચના પર કિશોરના લોહીના નમૂના ડસ્ટબિનમાં  ફેકી દેવામાં આવ્યા હતા. તેની જગ્યાએ અન્ય વ્યક્તિના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. પોલીસને  તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે કિશોરના પિતા વિશાલ અગ્રવાલે ડૉ. અજય તાવરેને ફોન કર્યો હતો તેની બ્લડ સેમ્પલ બદલવાની લાલ આપી હતી,  ડીએનએ સેમ્પલિંગ માટે લેવામાં આવેલા કિશોરના બ્લડ સેમ્પલ અન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાહતા. પછી લોહીના નમૂનામાં  ચેંડા કરાયા હોવાની જાણ થઇ હતી. અન્ય હોસ્પિટલના રિપોર્ટથી માલૂમ પડયું હતું કે સસૂન હોસ્પિટલમાં કિશોરના બ્લડ રિપોર્ટમાં ચેંડા કરવામાં આવ્યાહતા. બંને રિપોર્ટના ડીએનએ (બ્લ્ડ સેમ્પલ) મેચ થતા નથી, એમ પોલીસ કમિશનર અમિતેશકુમારે વધુમાં જણાવ્યું હતું.

આરોપી કિશોરના બદલે કોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. તે શોધવા માટે તપાસ ચાલી રહી છે. પોલીસ સસૂન હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે. આ કેસમાં ૨૦૧ (ગુનાના પુરાવા ગાયબ કરવા), ૧૨૦બી (ગુના હિત કાવતરું) અને અન્ય સંબંધિત કલમો ઉમેરવામાં આવી છે. કિશોરના પિતાને સહઆરોપી બનાવાયો છે.

કોર્ટે પોલીસને યેરવડા સેન્ટ્રલ જેલમાંથી વિશાલ અગ્રવાલને તેના ડ્રાઇવરનું અપહરણ કરી કેદ રાખવાના કેસમાં કસ્ટડીમાં લેવાની મંજૂરી આપી છે. તરુણના પિતા અને દાદાએ અકસ્માત વખતે પોતે કાર ચલાવતો હોવાનું કબૂલ કરવા ડ્રાઇવરને બંગલૉમાં ગોંધી રાખી પૈસાની ઓફર કરીને ધમકી આપી હતી.

સસૂન હોસ્પિટલના કર્મચારીની ધરપકડઃ વિશાલ અગ્રવાલ અને ડૉકટર વચ્ચે પૈસાની લેવડદેવડ કરી

હાઇપ્રોફાઇલ કાર અકસ્માત કેસના આરોપી કિશોરના બ્લડ સેમ્પલ ડસ્ટબિનમાં ફેંકવાના મામલામાં સસૂન હોસ્પિટલના કર્મચારી પણ પકડવામાં આવ્યો છે. ડૉકટર અજય તાવરે અને  ડૉ. શ્રીહરી હળનોરે આરોપીના બ્લડ  સેમ્પલ પૈસા લઇને કચરાના ડબામાં ફેંકી દીધા હતા. આ માટે આરોપી તરુણના બિલ્ડર પિતા વિશાલ અગ્રવાલ અને ડૉકટર વચ્ચે પૈસાની લેવડદેવડ થઇ હતી. ડૉકટર તાવરેના હાથ નીચે કામ કરતા કર્મચારી ઘટકાંબળેની  ગુનામાં સંડોવાણી સામે આપી છે. તે વડગાવ શેરીથી ડૉકટરને આપવા માટેના રૃા.ત્રણ લાખ લઇને આવ્યો હતો. એમ કહેવાય છે. આરોપી વિશાલે આ રકમ ડૉકટરને બ્લડ સેમ્પલ બદલવા પહોંચાડવા આપી હોવાની ચર્ચા થઇ રહી છે.

અકસ્માતના આગલા દિવસે પણ તરુણે કાર ચલાવેલી: સીસીટીવીમાં કેદ

પુણે અકસ્માત કેસની તપાસ કરતી પોલીસને નવા સીસીટીવી ફૂટેજ મળ્યા છે. અકસ્માતના આગલા દિવસે પણ આરોપી તરુણે પોર્શે કાર ચલાવી હતી.

કોલેજમાં આયોજીત કાર્યક્રમમાં તે એક મિત્ર સાથે ગયો હતો. બંને પોર્શે કારમાં  કોલેજમાં ગયા હતા. કોલેજના પરિસરમાં ગોઠવેલા સીસીટીવી કેમેરામાં તેઓ ઝડપાઇ ગયા હતા. કારમાંથી ડ્રાઇવર સાઇડથી તરુણ બહાર આવ્યો હતો. પછી ચાલીને અન્ય



Google NewsGoogle News