હૈદરાબાદ આતંકી હુમાલા કેસમાં મૃત્યુદંડ પામેલા આરોપીને મુંબઈ કોર્ટે છોડી મૂક્યો
ઈન્ડિયન મુજાહિદ્દીનીનના મારાને મકોકા કોર્ટે શંકાનો લાભ
ધમકીનો ઈમેઈલ મુંબઈથી ગયો હોવાનું પુરવાર થયું ન હોવાની નોંધ
મુંબઈ: ફેબુ્રઆરી ૨૦૧૩ના હૈદરાબાદ આતંકવાદી હુમલા બદલ મોતની સજા પામેલા ઈન્ડિયન મુજાહિદ્દીન (આઈએમ)ના ઐજાઝ શેખને મુંબઈની વિશેષ એમસીઓસીએ કોર્ટે ૨૦૧૦ના એક કેસમાં મુક્ત કર્યો છે. નવી દિલ્હીમાં આતંકવાદી હુમલો કરવાની ચેતવણી આપી હતી અને પ્રતિબંધિત સંગઠન વતી ઈમેઈલ મોકલાવવા સંબંધી આ કેસ હતો.
વિશેષ એમસીઓસીએ જજ બીડી શેળકેએ પુરાવાના અભાવે શેખને મુક્ત ક્યો હતો. જોકે વિસ્તૃત આદેશ અને મુક્તિનું કારણ પછીથી ઉપલબ્ધ કરાશે.
૧૯ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ જામા મસ્જિદ પર આતંકવાદી હુમલાની જવબાદારી લેતો ઈમેઈલ મોકલવા બદલ અજાણ્યા શખસ સામે સાઈબર પોલીસે કેસ કર્યો હતો. શેખ સામે પુર્વા શિંદેના નામે સિમ કાર્ડ મેળવીને ધમકી આપતો મેઈલ કરવામાં તેનો ઉપયોગ કરવા બદલ ઠગાઈ કરવાનો આરોપ હતો.
સરકારી પક્ષે આઠ સાક્ષીને તપાસ્યા હતા જેમાં બનાવટી આઈડી પર સિમ કાર્ડ જ્યાંથી ખરીદાયું હતું એ દુકાનદારનો પણ સમાવેશ થતો હતો. બચાવ પક્ષે દલીલ કરી હતી કે એફઆઈઆરમાં દર્શાવેલું આઈપી એડ્રેસ નોરવેનું છે. સરાકરી પક્ષ પુરવાર કરી શક્યો નથી કે મેઈલ મુંબઈથી મોકલ્યો હતો.
ભારતમાં અનેક હુમલામા ંતેનો સહભાગ હોવા બદલ શેખને ૨૦૧૪માં પકડવામાં આવ્યો હતો અને તેને હૈદરાબાદના આતંકવાદી હુમલા સંબંધે મૃત્યુદંડની સજા સંભળાવાઈ છે. મુંબઈમાં ૧૩ જુલાઈના આતંકવાદી હુમલા સંબંધી કેસ પણ તેની સામે ચાલુ છે.