20 સગીરા પર રેપના આરોપીની છેડતીના 1 કેસમાં મુક્તિ
મુંબઈ, થાણે, નવી મુંબઈમાં અનેક કેસ નોંધાયેલા છે
બનાવ વખતે અઁધારુ હોવાથી ચાર વર્ષ બાદ આરોપીને ઓળખવો અસંભવ, વળી બાળકી બૂમાબૂમ કરી શકી હોત
મુંબઈ : ૨૦થી વધુ સગીરાઓ પર બળાત્કાર કરવાના આરોપનો સામનો કરી રહેલા રેહાન કુરેશી નામના આરોપીને દિંડોશી સેશન્સ કોર્ટે તેની સામેના જાતીય સતામણીના એક કેસમાં દોષમુક્ત કર્યો છે.
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સીસ એક્ટ હેઠળની વિશેષ કોર્ટના જજે આદેશમાં નોધ્યું હતું કે કુરેશી સામેનો કેસ સરકારી પક્ષ પુરવાર કરી શક્યો નથી. આથી આરોપીને શંકાનો લાભ આપવામાં આવે છે અને તેને મુક્ત કરવામાં આવે છે, એમ વિશેષ જજ એસ. એમ. તકલીકરે ૧૩ મેના ચુકાદામાં જણાવ્યું હતું.
કુરેશીને ૧૩ મેના રોજ મુક્ત કરાયો હતો એ કેસ ૨૦૧૫નો હતો. કેસની વિગત અનુસાર ૧૦ વર્ષની બાળકી થોડો સમય માટે ગુમ થઈ હતી. પોતાને એક છોકરાએ પકડી રાખી હોવાનું જણાવ્યું હતું. થોડી વાર છોકરો બહાર જતાં પોતે નાસીને ઘરે આવી ગઈ હતી. માતાએ પોલીસ કેસ નોંધાવ્યો હતો. તપાસમાં કુરેશી સામે ગુો નોંધાયો હતો અને ૨૦૧૯માં તેની ધરપકડ કરાઈ હતી.
સાત સાક્ષીદારો પર સરકારી પક્ષે આધાર રાખ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઓળખ પરેડમાં પીડિતાએ આરોપીને ઓળખી કાઢ્યો હતો. કુરેશીએ બધા આરોપો નકારી કાઢ્યા હતા. બાળકીનો વિનયભંગ કે શરીર પર કોઈ સ્પર્શ થયો નથી. ગુનો અંધારામાં થયો હોવાથી પીડિતા આરોપીને યોગ્ય રીતે ઓળખી શકી નથી, એમ બચાવ પક્ષે દલીલ કરી હતી. પીડિતાએ ચાર વર્ષ બાદ આરોપીનો ઓળખ્યો હોવાની નોંધ કરીને કોર્ટે બચાવ પક્ષની દલીલમાં તથ્ય જણાયું હતું.
આરોપીએ બાળકીને પાંચથી આઠ મિનિટ ઘસડીને ગોંધી રાખી હતી અને આસપાસના લોકો પણ હતા. પીડિતા બૂમો પાડી શકી હોત અથવા લોકો વચ્ચે પડી શક્યા હોત. આથી બનાવ શંકાસ્પદ છે, એમ કોર્ટે નોંધ કરી હતી.આરોપી અન્ય કેસ સંબંધે જેલમાં રહેશે.
કુરેશીને ઓક્ટોબર ૨૦૧૮માં નવી મુંબઈ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે પકડયો હતો. બે સગીરપર બળાત્કાર અને હત્યાના આઠ વર્ષ જૂના કેસમાં તેને સંડોવવા ડીએનએ પ્રોફાઈલનો ઉપયોગ કરાયો હતો. ધરપકડ બાદ તેણે મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં અનેક સગીર બાળકીઓ પર બળાત્કાર અને છેડતી કર્યાની કબૂલાત કરી હતી.