3 વર્ષથી ઘટાડા બાદ 2024માં પુણે એક્સપ્રેસ વે પર અકસ્માતો વધ્યા
- 2023 કરતાં ત્રણ ગણા વધુ અકસ્માત
- કુલ 179 અકસ્માતોમાં 76 લોકોએ જીવ ગુમાવ્યોઃ રાયગઢની હદમાં મહત્તમ દુર્ઘટના
મુંબઈ : મોતના હાઈવે તરીકે ઓળખાતા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ઉપર ગત વર્ષે અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાયો હતો. તે પહેલાનાં ત્રણ વર્ષોમાં સતત ઘટતા અકસ્માતનો બાદ વર્ષ ૨૦૨૪માં અકસ્માતોની સરખામણીમાં ૨૦૨૩માં પચ્ચીસ અકસ્માત વધારે થયા હતા. ગત વર્ષે ૭૬ લોકોના એક્સપ્રેસ વે પર મોત થયા હતા.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ઉપર ઝીરો અકસ્માત માર્ગ ાનામે ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેના અંતર્ગત વિગત બે-ત્રણ વર્ષમાં વિવિધ ઉપાય યોજનાઓ અજમાવાઈ છે. પરિણામે એક્સપ્રેસ વે પર અકસ્માતોમાં થોડો ઘટાડો નોંધાયો હતો. વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં વર્ષ ૨૦૨૩માં અકસ્માતોની સંખ્યા અંદાજે ૩૦ ટકાથી ઘટી હતી. તે મુજબ વર્ષ ૨૦૨૪માં આ સંખ્યામાં હજી ઘટાડો થશે તેવી આશા હતી પણ તેમાં નિરાશા સાંપડી છે.
વર્ષ ૨૦૨૪માં એક્સપ્રેસ વે પર કુલ ૧૭૯ અકસ્માતો થયા હતા. તે પૈકી ૬૪ જીવલેણ અકસ્માતોમાં ૭૬ પ્રવાસીઓએ પ્રાણ ગુમાવ્યા હતા અને ૧૪૫ લોકો ગંભીર ઘાયલ થયા હતા. ઉપરાંત ૩૫ એવા સહપ્રવાસીઓ પણ હતા જેઓ અકસ્માતમાં હેમખેમ બચી ગયા હતા. દરમિયાન વર્ષ ૨૦૨૪માં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે તેમ છતાં વર્ષ ૨૦૨૪માં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. તેમ છતાં વર્ષ ૨૦૨૦ પહેલાંના સમયની તુલનામાં અકસ્માતમાં મોટો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૫-૧૯ના સમયગાળામાં અકસ્માતોની સંખ્યા અધિક હતી.
વર્ષ ૨૦૨૪માં જુલાઈમાં ખાલાપૂર ટનલ પાસે ગેસ ટેન્કર, કન્ટેનર અને કારનો જે અકસ્માત થયો હતો તે વર્ષનો ભીષણ અકસ્માત તરીકે નોંધાયો હતો. પુણે હાઈવે પોલીસના જણાવ્યા પ્રમાણે એક્સપ્રેસ વે ઉપર થયેલા અકસ્માતો સહુથી વધુ રાયગઢ જિલ્લામાં બન્યા છે. ટ્રાફિક શિસ્તનું પાલન કરાવવા વર્ષ દરમિયાન પોલીસે કડક કાર્યવાહીકરી છે.