પિતાની શબવાહિની પાછળ જતી કારને અકસ્માતઃ 2 પુત્રી તથા જમાઈનાં મોત
કલ્યાણ નજીકના ઠાકુર્લીના પરિવાર પર આભ તૂટી પડયું
મુંબઈમાં મૃત્યુ પામેલા પિતાના મૃતદેહને અંતિમ વિધિ માટે વતન લઈ જતા હતા, નાસિક પાસે ટ્રક સાથે ટક્કર
મુંબઇ : નાસિકમાં આજે વહેલી સવારે એક કાર પાર્ક કરાયેલા કન્ટેનર ટ્રક સાથે અથડાતા કારમા સવાર ં બે બહેનો સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને એક તરુણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. કરુણતા એ છે કે પિતાનું નિધન થતાં અંતિમવિધિ માટે તેમના મૃતદેહને શબ વાહિનીમાં લઈ જવાઈ રહ્યો હતો તેની પાછળ પાછળ જ કારમાં આવી રહેલી બંને પુત્રીઓનાં અકસ્માતમાં મોત થયાં હતાં.
પ્રાપ્ત વિગત મુજબ, આ ઘટના આજે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે મુંબઈ- આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલેગાંવ નજીક વેર શિવર ખાતે બની હતી.
આ અકસ્માતમાં મિનાક્ષી અરુણ હિરે (ઉં.વ. ૫૩), તેની બહેન અનીશા વિકાસ સાવંત (ઉં.વ. ૪૦) અને તેના પતિ વિકાસ ચિંતામન સાવંત (ઉં.વ. ૪૫)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો અકસ્માતમાં વૈભવી પ્રવિણ જાધવ (ઉં.વ. ૧૭)ને ગંભીર ઈજાઆ ે પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
આ ત્રણેય મૃતકો કલ્યાણ નજીકના ઠાકુર્લીના રહેવાસી હતા. બે બહેનો ં મીનાક્ષી અને અનીશા ના પિતાના ે નિમગાવના રહેવાસી હતા તેઓ મુંબઈમાં મૃત્યુ પામ્યા હતા. પિતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે શબવાહીનીમાં નિમગાંવ લાવવામાં આવી રહ્યો હતો. આ શબવાહીની પાછળ તેનો જમાઈ વિકાસ સાવંત કાર ચલાવીને જઈ રહ્યો હતો. જેમાં મિનાક્ષી, અનીશા અને અન્ય એક સંબંધીની પુત્રી વૈભવી સવાર હતા. આ સમયે તેમની કાર માલેગાંવના વાકે ફાટા પાસે રોડ કિનારે ઉભેલી કન્ટેનર ટ્રક સાથે અથડાયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ નાશ પામ્યો હતો.
માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અંગે માલેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.