Get The App

અબુ સાલેમ જેલમાથી મુક્તિની માગણી સાથે હવે હાઈકોર્ટમાં પહોંચ્યો

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
અબુ સાલેમ જેલમાથી મુક્તિની માગણી સાથે હવે હાઈકોર્ટમાં પહોંચ્યો 1 - image


અગાઉ ટાડા કોર્ટે અરજી ફગાવી દીધી હતી 

25 વર્ષની સજા પૂરી થયાનો દાવોઃ  પોર્ટુગલમાં પ્રત્યાર્પણ વખતે અપાયેલાં આશ્વાસનનો ભંગ થઈ રહ્યો હોવાનો આરોપ 

મુંબઇ -  ૧૯૯૩ના મુંબઇ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા ગેંગસ્ટર અબુસાલેમે સજામાં ઘટાડો અને જેલમાંથી મુક્તિ માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. ભારત અને પોર્ટુગલ વચ્ચેના પ્રત્યાર્પણ કરાર મુજબ સાલેમે  પચ્ચીસ  વર્ષની જેલની સજા પૂર્ણ કરી હોવાથી તેને જેલમાંથી મુક્ત કરવાની માગણી કરતી અરજી  અગાઉ ટાડા કોર્ટે ફગાવી દીધા બાદ હવે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. 

આ સંદર્ભમાં સાલેમની અરજીને ૧૦ ડિસેમ્બરના રોજ ટાડાની વિશેષ અદાલતે ફગાવી દીધી હતી. આની વિરુદ્ધ સાલેમે હાઇકોર્ટમાં અરજી કરી છે. સાલેમની અરજીની સુનાવણી જસ્ટિસ સારંગ કોટવાલ અને જસ્ટિસ શ્રીરામ મોડકની બેન્ચ સામે થઇ હતી. અદાલતે આ અરજીની ર્ ૧૦ માર્ચના રોજ આગામી સુનાવણી રાખી છે.

અબૂસાલેમે કુલ સજા, કાચા કેદી તરીકે પસાર કરેલો સમય અને માફીનો સમય આ તમામ કાર્યકાળ મળી  પચ્ચીસ  વર્ષથી વધુ સમય થતો હોવાનો દાવો અરજીમાં કર્યો છે તેની અરજી મુજબ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં તેણે બે કેસમાં માં મળીને થયેલી કુલ  પચ્ચીસ  વર્ષની સજા ભોગવી લીધી છે. આ બાબતે વિગતવાર માહિતી આપતા તેણે અરજીમાં દાવો કર્યો  છે કે નવેમ્બર ૨૦૦૫થી સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ખટલાનો નિકાલ થાય ત્યાં સુધી ૧૧ વર્ષ ૯ મહિના અને ૨૬ દિવસો જેલમાં ગાળ્યા છે. જ્યારે ફેબુ્રઆરી ૨૦૧૫થી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન ટાડા પ્રકરણના દોષિત કરીકે ૯ વર્ષ ૧૦ મહિના અને ૪ દિવસ જેલમાં પસાર કર્યા છે. આ ઉપરાંત ૨૦૦૬ના પ્રકરણમાં સારા વર્તન માટે તેને ત્રણ વર્ષ અને ૧૬ દિવસની માફી મળી હતી. આ તમામ સમયગાળા ઉપરાંત પોર્ટુગલમાં ખટલા દરમિયાન પસાર કરેલા સમય માટે સુપ્રીમ કોર્ટે વધુ એક મહિનાની છૂટ આપી હતી. આ તમામ સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવે તો  તેણે કુલ ૨૪ વર્ષ અને ૯ મહિનાનો સમય જેલમાં વિતાવ્યો છે.

સાલેમે આ ઉપરાંત પોર્ટુગલથી પ્રત્યાર્પણ દરમિયાન આપવામાં આવેેલા આશ્વાસનોનું પર ઉલ્લંઘન થયું હોવાનો દાવો તેની અરજીમાં કર્યો છે. અંતે તેણે સજા પૂર્ણ રીતે ભોગવ્યા બાદ પણ જેલમાં રાખવા બદલ સંવિધાનના અનુચ્છેદ ૨૧ હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારીનું ઉલ્લંઘન થતું હોવાનો પણ દાવો કર્યો છે.



Google NewsGoogle News