Get The App

અબુ સાલેમે કસ્ટડીનો સમય સજામાં સરભર કરવા દાદ માગી

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
અબુ સાલેમે કસ્ટડીનો સમય સજામાં સરભર કરવા દાદ માગી 1 - image


અન્ય કેદીઓની જેમ રાહતની માગણી

તળોજા સેન્ટ્રલ જેલ ઓથોરિટીને નિર્દેશ આપવાની માગણી  કરતી અરજી 

મુંબઈ :  ૧૯૯૩ના બોમ્બ ધડાકાના આરોપી અબુ સાલેમે વિશેષ ટાડા કોર્ટ સમક્ષ અરજી કરીને જેલ ઓથોરિટીને કોર્ટના આદેશનું પાલન કરીને પોતાને કેસમાંથી મુક્ત કરવાનો નિર્દેશ આપવાની દાદ માગી છે.

અરજદારે સાલેમે આરોપ કર્યો છે કે વિશેષ કોર્ટના આદેશ છતાં જેલ ઓથોરિટીએ પોતાને બોમ્બ ધડાકાના કેસ દરમ્યાન કસ્ટડીનો સમય સરભર કર્યો નથી. ૨૦૦૬ના ટાડા કેસમાં કાચા કામના કેદીઓ માટે આ રીતની સુવિધા આપી છે.

એક કેસમાં કાચા કેદી તરીકેનો સમય ગણતરીમાં લેવાય છે અને બીજા કેસમાં નથી લેવાતો એ અન્યાયકારી છે. તળોજા સેન્ટ્રલ જેલને ૧૧ નવેમ્બર ૨૦૦૫થી સાત સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનો કસ્ટડીનો સમય સજામાં સરભર કરવાનો નિર્દેશ આપવાની વિનંતી કરી છે.

સરકારી પક્ષે દલીલ કરી હતી કે સાલેમની અરજી સમય પહેલાંની અને ત્થ્યહિન છે. ૧૯૯૩માં ૧૨ વિસ્ફોટો થયા હતા જેમાં ૨૫૭ લોકોના જીવ ગયા હતા અને ૭૧૩ ઈજા પામ્યા હતા અને રૃ. ૨૭ કરોડની મિલકતને નુકસાન થયું હતું. 


Google NewsGoogle News