મુંબઈમાં આશરે 1કરોડનાં ફૂલોનું વેચાણ

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
મુંબઈમાં આશરે 1કરોડનાં ફૂલોનું વેચાણ 1 - image


ચાઈનીઝ સહિત વિદેશી ફૂલોની પણ માંગ

450 ટ્રક ભરી ગલગોટાના ફૂલ દાદરના ફૂલ બજારમાં ઠલવાયા, કમળના ભાવ આસમાને

મુંબઈ :  દિવાળીમાં લક્ષ્મીપૂજન વખતે મુંબઈગરાઓએ લગભગ એક કરોડ રૃપિયાથી વધુ કિંમતના ફૂલ લક્ષ્મીજીને ચડાવ્યા હતા.

 ા રમાં આવેલી શહેરની મોટામાં મોટી ફૂલ બજાર મીનાતાઈ ઠાકરે માર્કેટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે રાતથી રવિવારે સવાર  રમ્યાન ૪૫૦થી વધુ ટ્રક ભરીને ગલગોટાના ફૂલની આવક થઈ હતી.

લક્ષ્મી પૂજન વખતે સૌથી વધુ ડિમાન્ડ કમળના ફૂલની રહી હતી. કમળનું એક ફૂલ ૧૦૦ રૃપિયામાં અને વિષ્ણુ કમળ ફૂલ ૫૦ રૃપિયામાં વેચાયું હતું.

ફૂલ બજારમાં વિદેશી ફૂલ જાર્બરા, એન્થારિયન, ઓર્કિડ, ડિલિયા, ગ્લેડર, કોરોનેશન તેમજ ચાઈનીઝ ફૂલોની ખૂબ ડિમાન્ડ રહી હતી.

જોકે ફૂલ બજારના કેટલાંક વેપારીઓએ જણાવ્યું હતું કે ફૂલ ઉગાડતા કિસાનો અને વેપારીઓના હિતમાં પ્લાસ્ટિકના ચીની ફૂલો પર સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ.



Google NewsGoogle News