અભિષેકે સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટસ ઓફ કરી
છૂટાછેડા વિશેની ચર્ચાઓથી કંટાળી ગયો
અભિષેક ઐશ્વર્યાને સાથે લીધા વિના એકલો એકલો જ ઓલિમ્પિક જોવા ગયો હતો
મુંબઇ : અભિષેક બચ્ચને પોતે ઓલિમ્પિક જોવા ગયો હોવાનો વીડિયો શેર કર્યો છે પરંતુ તેમાં કોમેન્ટસ ઓફ કરી દીધી છે. તે ઐશ્વર્યા સાથે છૂટાછેડા વિશેની અફવાઓ પરની કોમેન્ટસ ટાળવા માગતો હોવાનું મનાય છે.
સપ્ટેમ્બર ૨૦૨૨ પછી આ પ્રથમ વાર અભિષેકે કોમેન્ટ સેક્શન બંધ કર્યું છે.
અભિષેકે પોતે પેરિસમાં નીરજ ચોપરાએ મેડલ જીત્યો તે ક્ષણનો સાક્ષી હોવાનું જણાવ્યું છે. તેણે બીજા પણ કેટલાય ફોટા શેર કર્યા છે.
અગાઉ ઐશ્વર્યા એકલી એકલી અમેરિકા ફરવા ગઈ હતી. તે પછી હવે અભિષેક પણ એકલા એકલા જ પેરિસ ઓલિમ્પિક માણી આવ્યો છે.
જોકે, થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે છૂટાછેડાની તમામ અફવાઓ નકારી કાઢી હતી.