Get The App

આરાધ્યા પોતાના વિશેના ફેક વીડિયો દૂર કરાવવા ગૂગલ સામે હાઈકોર્ટમાં

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
આરાધ્યા પોતાના વિશેના ફેક વીડિયો દૂર કરાવવા ગૂગલ સામે હાઈકોર્ટમાં 1 - image


અગાઉ 2023માં પણ અરજી કરી હતી

આરાધ્યાની બીમારી વિેશે ફેક વીડિયો ફરે છેઃ વધુ સુનાવણી ૧૭મી માર્ચે

મુંબઈ - ઐશ્વર્યા-અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યાએ તેની તબિયત વિશે ખોટી માહિતી વહેલી મૂકનારી અનેક વેબસાઈટ પરથી આ વિડિયો ફિલ્મ દૂર કરવાની માગણી સાથે દિલ્હી હાઈકોર્ટમાં નવેસરથી અરજી કરી છે. આ અરજીને પગલે હાઈકોર્ટે સર્ચ એન્જિન ગુગલને નોટિસ આપી છે.

આ કેસ બાબતે ૧૩ વર્ષની આરાધ્યાએ સમરી જજમેન્ટ આપવાની વિનંતી કરી છે. સમરી જજમેન્ટ એટલે અદાલત મૌખિક પુરાવા વિના દિવાની બાબતનો ઝડપી નીકાલ આણવાની પરવાનગી આપે છે.

આ મામલામાં એવી દલીલ કરવામાં આવી હતી કે યુ-ટયુબમાં આ ફેક વિડિયો અપલોડ કરનારાઓ અદાલતમાં હાજર રહેવામાં નિષ્ફળ ગયા હોવાથી તેઓ પોતાના બચાવનો અધિકાર ખોઈ બેઠા છે.

આરાધ્યા બચ્ચનની તબિયત વિશે સાત ખોટા સમાચાર આપવા બદલ ગુગલ અને અન્ય વેબસાઈટ્સને હાઈકોર્ટે વિડિયો કાઢી નાખવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ આરાધ્યાએ પોતાના પિતાની મદદથી નવેસરથી હાઈકોર્ટમાં ધા નાખી હતી.

આરાધ્યાએ તેના આરોગ્ય વિશે મોટા સમાચાર ફેલાવવા બદલ ૧૯મી એપ્રિલ ૨૦૨૩માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આ વિડિયો તત્કાળ હટાવવાની માગણી કરી હતી.

અરજીમાં તેણે જણાવ્યું હતું કે તે એકદમ તંદુરસ્ત અને સ્કૂલમાં ભણતી કન્યા છે. કેટલાક તોફાની તત્ત્વોએ યુ-ટયુબ ઉપર એવી ફેક વિડિયો ફરતી કરી છે કે હું ગંભીર રીતે બીમાર છું. એમ વિડિયોમાં તો એટલે સુધી કહેવામાં આવ્યંુ હતું કે મારૃં મૃત્યુ થયું છે. આ વિડિયોમાં મોર્ફ કરેલા ફોટા પણ મૂક્યા હતા. આ કૃત્ય અંગત અધિકારના હનન અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રૃલ્સ તેમજ ઈન્ટલએકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ પર તરાપ સમાન છે.



Google NewsGoogle News