આમિર ખાન 59 વરસની વયે ફરી પ્રેમમાં પડયો હોવાની અટકળ
બેંગલુરુની એક મિસ્ટ્રી ગર્લની પરિવાર સાથે ઓળખાણ કરાવી
મુંબઇ - આમિર ખાન પોતાના લગ્નજીવનના કારણે હંમેશા ચર્ચામાં રહ્યો છે. તેણે ેબે વાર લગ્ન ્રકર્યા છે અને બન્નેનું પરિણામ છૂટાછેડામાં આવ્યું છે. પરંતુ હવે ફરી તેના જીવનમાં પ્રેમની એન્ટ્રી થઇ હોય એવી અટકળ લોકો બાંધી રહ્યા છે,અને એટલું જ નહીં આમિર આ સંબંધ પ્રત્યે ગંભીર હોય એમ જણાઇ રહ્યું છે. તેણે બેગલુરુમાં રહેતીએક યુવતીની તેના પરિવાર સાથે ઓળખાણ કરાવી છે અને તેમની આ મુલાકાત સારી રહી છે.
જોકે આમિરે તેમજ તેના પરિવારે આ બાબતે કોઇ પુષ્ટિ કરી નથી. પરંતુ તેના પરિવારે આ બેંગલુરુની યુવતીને મળીને તેનો પરિવાર ખુશ છે.
થોડા સમય પહેલા આમિરને તેના ત્રીજા લગ્ન વિશે પુછવામાં આવ્યું હતું ્યારે તેણે હું ૫૯ વરસનો થઇ ગયો છું તો હવે ફરી લગ્ન કરું એ મુશ્કેલ છે. હાલ હું ઘણા સંબંધોથી જોડાયેલો છું. મારા પરિવાર અને બાળકો સાથે ફરી હું જોડાઇ ગયો છું અને તેમની સાથે રહીને ખુશ છું.
ઉલ્લેખનીય છે કે,આમિરે બે લગ્ન કર્યા છે. ૧૯૮૬માં રીના દત્તા સાથે તેણે લગ્ન કર્યા હતા, તેમને આઇરાઅને જુનૈદ નામના એક પુત્રી અને એક પુત્ર છે. જોકે ૨૦૦૨માં યુગલ છુટા થઇગયા હતા. આ પછી આમિર અને કિરણ રાવ પ્રેમમાં પડયા હતા અને તેમણે ૨૦૦૫માં લગ્ન કર્યા હતા. બન્નેને એક પુત્ર પણ છે. ૧૧ વરસના લગ્નજીવન પછી આમિર અને કિરણે છુટા પડી ગયાની ઘોષણા કરી હતી. ૧-૨-૨૫