આમિર ખાન ચેન્નઈના પૂરમાં ફસાયો, 24 કલાક પાણી-વીજળી વગર કાઢ્યા
માતા બીમાર હોવાથી સારસંભાળ માટે ચેન્નઈ શિફ્ટ થયો છે
આમિર એક્ટર વિષ્ણુ વિશાલ અને તેની બેડમિન્ટન પ્લેયર પત્ની જવાલા ગટ્ટાના ઘરે રોકાયો હતો, ત્રણેયનું બોટ દ્વારા રેસ્ક્યૂ
મુંબઈ : મિચોંગ વાવાઝોડાંના કારણે ભારે વરસાદ થતાં ચેન્નઈમાં આવેલાં પૂરમાં અન્ય હજારો લોકોની સાથે બોલીવૂડ એક્ટર આમિર ખાન પણ ફસાઈ ગયો હતો. આમિર તેની બીમાર માતાની દેખભાળ કરવા માટે છેલ્લા કેટલાય દિવસોથી ચેન્નઈમાં છે. ત્યાં તે તમિલ એક્ટર વિષ્ણુ વિશાલ અને તેની પત્ની તથા જાણીતી બેડમિન્ટન પ્લેયર જવાલા ગટ્ટાના ઘરે રોકાયો હતો. તેમનું ઘર જે વિસ્તારમાં છે તે જળબંબાકાર બની જતાં આમિર તથા આ સેલિબ્રિટી યુગલની હાલત કફોડી બની હતી. આખરે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે એક બોટ મોકલી આ ત્રણેયનું રેસ્ક્યૂ કરી તેમને સલામત સ્થળે મોકલ્યા હતા.
આમિરની માતા ઝિન્નત હુસૈન લાંબા સમયથી બીમાર છે અને તેઓ ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં પથારીવશ છે. થોડા સમય પહેલાં જ એવા અહેવાલો હતા કે બીમાર માતાની સાથે રહી શકાય તે માટે આમિર બે-ત્રણ મહિના માટે મુંબઈ છોડી દઈ ચેન્નઈમાં શિફ્ટ થઈ જશે. અહેવાલો અનુસાર ગત ઓક્ટોબર માસથી આમિર મોટાભાગે ચેન્નઈમાં જ વસવાટ કરી રહ્યો છે.
આમિર તમિલ એક્ટર વિષ્ણુ વિશાલ અને તેની પત્ની તથા જાણીત ીબેડમિન્ટન પ્લેયર જવાલા ગટ્ટાના કરપક્કમ વિસ્તારના આવેલા નિવાસસ્થાને રોકાયો હતો. દરમિયાન મિચુંગ વાવાઝોડાંના કારણે છેલ્લા કેટલાય દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદને પગલે સમગ્ર ચેન્નઈ જળબંબાકાર બની ગયું છે. તેમાં આ વિસ્તારમાં પણ પાણી ભરાયાં હતાં.
વિષ્ણુએ ખુદ થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે તેનાં ઘરમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં છે. ૨૪ કલાકથી લાઈટ નથી. ઘરમાં પીવાનું પાણી પણ ખૂટવા આવ્યું છે. વીજળી પણ નહીં હોવાથી મોબાઈલ ચાર્જ થઈ શક્યો નથી અને વાઈફાઈ પણ ચાલતું નથી. ઘરમાં મોબાઈલનાં સિગ્નલ પણ આવતું નથી. માત્ર ટેરેસ પર એક જગ્યાએ સ્હેજ સિગ્નલ આવે છે ત્યાંથી હું મદદ માટે પોકાર કરી રહ્યો છું. મને અને મારી સાથેના લોકોને ટૂંક સમયમાં મદદ મળે તેવી આશા છે. સમગ્ર ચેન્નઈના લોકો અત્યારે આ વિષમ પરિસ્થિતિ અનુભવી રહ્યા હશે અને હું બધાની તકલીફ સમજું છું. વિષ્ણુએ તેનું ઘર કેવી રીતે ચોમેર પાણી વચ્ચે ઘેરાયેલું છે તેની તસવીરો પણ પોસ્ટ કરી હતી.
રમિયાન, ચેન્નઈમાં એક પછી એક વિસ્તારોમાં ચાલુ થયેલી રાહત અને બચાવ કામગીરી રમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો આ વિસ્તારમાં પણ પહોંચી હતી અને તેણે આમિર, વિષ્ણુ વિશાલ તથા જવાલા ગટ્ટાને એક બોટમાં બેસાડી સલામત જગ્યાએ પહોંચાડયાં હતાં. વિષ્ણુએ જ પોસ્ટ કરેલા ફોટોમાં તે , આમિર ખાન તથા જવાલા ગટ્ટા બોટમાં બેઠેલાં તથા અન્ય એક ફોટામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે ેખાય છે. વિષ્ણુએ તેમને ઉગારનારા સૌનો આભાર માન્યો હતો.