Get The App

ઓનલાઈન જુગારમાં 15 લાખનું દેવું થઈ જતાં વાપીના યુવકનો વિરારમાં આપઘાત

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
ઓનલાઈન જુગારમાં 15 લાખનું દેવું થઈ જતાં વાપીના યુવકનો વિરારમાં આપઘાત 1 - image


મુંબઈ ઈન્ટરવ્યૂ આપવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યો હતો

27 વર્ષીય સપન પટેલની સ્યુસાઈડ નોટ ઘરેથી જ મળી : વૈતરણા ખાડીમાં ઝંપલાવ્યું, અર્નાળા બીચ પરથી મૃતદેહ મળ્યો

મુંબઈ :  ઓનલાઈન જુગારમાં ૧૫ લાખનું દેવું થઈ જતાં વાપીના ૨૭ વર્ષીય યુવક  સપન પટેલે મુંબઈ પાસેના વિરારમાં આવી આપઘાત કર્યો હતો. સપને વૈતરણા ખાડીમાં ઝંપલાવી દીધું હતું. તેનો મૃતદેહ અર્નાળા બીચ પરથી મળી આવ્યો હતો. પોતે મુંબઈ ઈન્ટરવ્યૂ આપવા જાય છે તેમ કહી નીકળેલો સપન લાંબા સમય સુધી પાછો ન ફરતાં પરિવારજનો શોધખોળ ચલાવી રહ્યા હતા. આખરે તેનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોએ ભારે આઘાત અનુભવ્યો છે. 

સપન બીજી સપ્ટેમ્બરે ટુ વ્હીલર લઈને વાપીથી નીકળ્યો હતો. તેણે ઘરે કહ્યું હતું કે પોતે મુંબઈમાં એક નોકરીના ઈન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છે. 

જોકે, લાંબા સમય સુધી તે પાછો ફર્યો ન હતો. આથી પરિવારજનો ચિંતામાં  મૂકાયા હતા. તેમણે તેની શોધખોળ શરુ કરી હતી. દરમિયાન  પરિવારજનોને   ઘરમાંથી સપન દ્વારા લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. ઓનલાઈન જુગારના કારણે તેણે૧૫ લાખ રૃપિયાનું દેવું થઈ જતાં હું આત્મહત્યા કરી રહયો હોવાનું લખ્યું હતું. આ ચિઠ્ઠી વાંચતા પરિવારજનો માં ઉચાટ મૂકાયો હતો. તેમણે વાપી પોલીસ સ્ટેશનમાં  સપન ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. 

વાપી પોલીસ સહિત સપનના પરિવારજનો તેને દરેક જગ્યાએ શોધી રહયા હતા. એ દરમિયાન, ૧૫સપ્ટેમ્બરના રોજ, પોલીસને વિરારના અર્નાળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલાં  બીચ પરથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ સપનનો જ હોવાનું ઓળખાયું હતું. તેમ જ તેની બાઇક વિરારના માંડવી પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરતાં તેણે વૈતરણા ખાડીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. તેના મૃતદેહ વહીને વિરારના જાણીતા અર્નાળા બીચ પર આવી ગયો  હોવાનું અનુમાન છે.   અર્નાળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ બનાવ વિશે અર્નાળા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર રંજના શિંગરેએ ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે 'અર્નાળા બીચ પરથી મૃતદેહ મળ્યા બાદ તેની તપાસ કરી ત્યારે તેના ખિસ્સામાંથી ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. તેના આધારે પોલીસે પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે મૃતકજનોના પરિવારને મૃતદેહ સોંપીને આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.દ

ફોટોલાઈનઃ વાપીના સપન પટેલનો મૃતદેહ વિરારના અર્નાળા બીચ પરથી મળી આવ્યો હતો.



Google NewsGoogle News