5 વર્ષ પહેલાં મોતને હાથતાળી આપનારા તરુણનું વિચિત્ર અકસ્માતમાં મોત
જૈન તરુણને અગાઉ અકસ્માત બાદ 8 ઓપરેશન કરી બચાવાયો હતો
કાર 3થી 4 પલ્ટી ખાઈ ગઈ તેમાં બીજા પાંચ મિત્રોને કશું ન થયું પરંતુ માં-બાપનો એકનો એક પુત્ર 17 વર્ષના દર્શનું માથું વિન્ડોની બહાર આવી જતાં કચડાયો
જૈન તરુણને અગાઉ અકસ્માત બાદ 8 ઓપરેશન કરી બચાવાયો હતો
5 વર્ષ પહેલાં મોતને હાથતાળી આપનારા તરુણનું વિચિત્ર અકસ્માતમાં મોત
કાર3થી 4 પલ્ટી ખાઈ ગઈ તેમાં બીજા 5 મિત્રોને કશું ન થયું પરંતુ માં-બાપનો એકનો એક પુત્ર 17 વર્ષના દર્શનું માથું વિન્ડોની બહાર આવી જતાં કચડાયો
મુંબઈ : શિવડીમાં રહેતાં ૧૭ વર્ષના જૈન મારવાડી યુવાનનું પાંચ વર્ષ પહેલાં અકસ્માત થતાંતેને આઠ ઓપરેશન બાદ બીજી વખત નવજીવન મળ્યું હતું પરંતુ હાલમાં થયેલાં વિચિત્ર અકસ્માતમાં તેણે અંતે જીવ ગુમાવ્યો છે. ખારઘરની કોલેજમાં પહેલી એકઝામ આપીને કોલેજના મિત્રો સાથે ઈવેન્ટ માટેને પ્રેક્ટિસ કરવા ગયો ત્યારે સામે રિક્ષા આવતાં કાર બે થી ત્રણ વખત પલટી એમાં આ યુવાનનું આખું માથું બહાર આવી જતાં તે કચડાઈ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
લોઢા પરિવારે તેમના એકના એક દીકરાને ગુમાવતાં તેમની કફોડી હાલત જોવા મળી રહી છે. બુધવારે સવારે તેના ભોઈવાડા સ્માશનભૂમીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શિવડીમાંઆવેલી દોસ્તી ફ્લૈમિંગો સ્કાઈ ઈમારતમાં રહેતાં અને મૂળ રાજસ્થાનના વિઠોડા ગામના નિવાસી યોગેશ લોઢાના એકના એક દીકરા દર્શ યોગેશ લોઢાએ પાંચ વર્ષ પહેલાં પણ મોતને હાથ તાળી આપી હતી. પાંચ વર્ષ પહેલાં હોળીના દિવસે રસ્તો ક્રોસ કરતી વખતે દર્શ બસ અને સ્કુટર વચ્ચે આવી જતાં જોરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં દર્શને આખા નીચેના ભાગમાં ભારે માર લાગતાં તેના એક નહીં પણ આઠ ઓપરેશન થયા બાદ તેને નવું જીવન મળ્યું હતું. એથી તેના મમ્મી-પપ્પા માટે દર્શ જીવનો ટૂકડો હતો.ં યોગેશ લોઢાના લાલબાગ ખાતે રહેતાં સાઢુભાઈ શરદ પારેખે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે 'પહેલાં પણ દર્શ મોતના મોઢામાંથી બહાર આવ્યો હતો પરંતુ આ અકસ્માતમાં તેનો જીવ જ લઈ લીધો છે. દર્શ ખારઘરમાં આવેલી એનએમઆઈએસમાં કમ્પ્યુટર એન્જિનિયરીંગના પહેલાં વર્ષમાં ભણતો હતો. પહેલાં સેમિસ્ટરની પહેલી એકઝામ આપવા તે સવારે નવ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યો અને એકઝામ આપી હતી. બપોરે એકઝામ આપ્યા બાદ દર્શ સહિત છ કોલેજના મિત્રો જેમાં એક યુવતી પણ હતી તેઓ કોલેજની પાસે એક ઈવેન્ટની પૂર્વતૈયારી માટે ડાન્સ પ્રેક્ટિસ કરવા ગયા હતા. વિચિત્ર અકસ્માતમાં થયો એમ કહેતાં શરદભાઈએ કહયું હતું કે 'દર્શઅ ને અન્ય મિત્રો વેગેનાર કારમાં બેસ્યા હતા અને એમાંથી એક કાર ચલાવતો હતો. કારમાં દર્શ પાછળ બેઠોે હતો. કારની સામે બાજુએથી રિક્ષા આવી રહી હોવાથી કારની સ્પીડ પરથી કાબુ ગુમાવતાં કાર ડિવાઈડરથી અથડાતાં હતી. આ અથડામણમાં કાર ત્રણ વખત પલટી મારી હતી. જેથી દર્શનું આખું માથું અને અર્ધું શરીર વિન્ડોમાંથી બહાર આવી ગયું હતું. જેથી તેનું માથું ફાટી જતાં તે ઘટનાસ્થળે મૃત્યુ પામ્યો હતો.જ્યારે તેની સાથે કારમાં રહેલાં અન્ય પાંચેય મિત્રોમાંથી કોઈને કંઈ થયું નહોતું. ગુરુવારે સવારે લાલબાગ ખાતે આવેલાં શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન વાડીમાં બપોરે બેથી ચાર વાગ્યા સુધી દર્શની શોકસભા પણ રાખવામાં આવી છે. સ્વભાવે એકદમ સરળ અને ભણવામાં પણ હોંશિયાર દર્શને ઈશ્વરે આપેલું નવ જીવન પણ આ રીતે જતું રહેશે એ ક્યારેય વિચારી પણ શકતાં નથી.