નવી મુંબઈમાં દુકાનમાં વેલ્ડિંગ કરતા યુવકને વીજ કરંટ
શોપના માલિક સામે બેદરકારીનો ગુનો દાખલ
કામ કરતી વખતે કોઈ રક્ષણાત્મક સાધનો અને અન્ય આવશ્યક સુરક્ષા ગીયર આપ્યા ન હતા
મુંબઈ: નવી મુંબઈમાં ટાઉનશીપમાં વેલ્ડીંગ શોપમાં કામ કરતી વખતે ૩૮ વર્ષીય યુવાને વીજ કરંટ લાગતા દાઝી જવાથી ઘાયલ થયો હતો. આ મામલે પોલીસે દુકાનના માલિક સામે કથિત સલામતીમાં ભૂલો માટે કેસ નોંધ્યો છે, એમ અધિકારીએ કહ્યું હતું.
નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં સ્થિત વેલ્ડીંગ શોપમાં ૩૮ વર્ષીય યુવાન કામ કરતો હતો. પિડીત મંગળવારે સાંજે જ્યારે વેલ્ડીંગ કામ કરી રહ્યો હતો ત્યારે તેને ઈલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો, જેના પરિણામે તેના હાથ, પગ અને શરીરના અન્ય ભાગોમાં દાઝી ગયો હતો, એમ તૂર્ભે પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્ય્યું હતું.
પોલીસની પ્રારંભિક તપાસમાં કાર્યસ્થળ પર સુરક્ષા પ્રોટોકોલમાં ક્ષતિઓ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ પિડીત વેલ્ડીંંગ શોપમાં જ્યારે કામ કરી રહ્યો હતો, ત્યારે તેને વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો અને અન્ય આવશ્યક સુરક્ષા ગિયર આપવામાં આવ્યા નહતા. તેથી આ ઘટના બની હતી.
આ ઘટના બાદ પિડીતને તબીબી સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. ૩૮ વર્ષીય યુવકની ફરિયાદ બાદ, પોલીસે બુધવારે શોપના માલિક સામે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ નોંધ્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.