રેલવેના પાટા પર પાણીમાં તરતી માછલીનો વિડીયો ધૂમ વાયરલ

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
રેલવેના પાટા પર પાણીમાં તરતી માછલીનો વિડીયો ધૂમ વાયરલ 1 - image


રેલવે ટ્રેક નહીં ભાઈ ફિશ ટેન્ક!

સ્ટેશન નદી બન્યાં તો માછલી વિના કેમ ચાલે?, ટ્રેનમાં ફસાયેલાં લોકોને રોજગારની તકઃ નેટીઝન્સ 

મુંબઇ : મુંબઈમાં સોમવારે જોરદાર પડેલાં વરસાદમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદ એટલો પડયો કે રેલવેના પાટાએ નદીનું સ્વરુપ ધારણ કરી લીધું હતું. પરંતુ આ નદીમાં મુંબઈગરાંઓને માછલી પણ તરતી જોવા મળી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં વિડીયોમાં મુંબઈના કોઈ સ્ટેશનમાં બે પાટા દરમ્યાનની જગ્યામાં ભરાયેલા પાણીમાં લાંબી સર્પાકાર માછલી તરતી જોવા મળી છે. કેટલાંક લોકો આ વિડીયો કલ્યાણનો તો કેટલાંક ડોંબિવલીનો હોવાનું જણાવી રહ્યાં છે. પરંતુ હવે આ વિડીયો અનેક સ્ટેશનોના નામે વાયરલ થયો છે. જોકે આ વિડીયો નિશ્ચિત ક્યાંનો છે તે હજી જાણી શકાયું નથી.

 રમ્યાન આ માછલી એ  કેટફિશ' હોય તે આજુબાજુના તળાવમાંથી બહાર આવી જતી હોવાનું એક યુઝરે જણાવ્યું છે તો કોઈએ એવો પ્રશ્ન પણ કર્યો છે કે આ રેલવે ટ્રેક છે કે ફિશ ટેન્ક? અન્ય એક નેટીઝને મશ્કરી કરતાં લખ્યું છે કે, આ ઘટના એ રેલવે મંત્રાલય અને મત્સ્યપાલન વિભાગ વચ્ચેની સહયોગિતા  ાખવે છે. જે વિલંબિત ટ્રેનોમાં ફસાયેલાં મુસાફરો માટે રોજગાર નિર્માણ અને આવક વધારવા માટેનો એક બહુહેતુક પ્રોજેક્ટ પૂરો પાડે છે. કોઈએ ટિપ્પણી કરતાં લખ્યું છે કે, મારા જીવનમાં હું પહેલીવાર  રિયાઈ માછલીઓને રેલવે ટ્રેક પર જીવતી જોઈ રહ્યો છું ભૈયા. વાતાવરણમાં બ લાવ અને ગ્લોબલ વૉર્મિંગ ભવિષ્યમાં પાયમાલ કરી શકે છે. જોકે આ માછલીના વિડીયો બા  અનેકવિધ ટિપ્પણીઓ સાથે આ વિડીયોએ અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.  



Google NewsGoogle News