Get The App

વસઈમાં ઘરની પાસે નાળામાં પડી જતાં અઢી વર્ષના બાળકનું મોત

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
વસઈમાં ઘરની પાસે નાળામાં પડી જતાં અઢી વર્ષના બાળકનું મોત 1 - image


- વસઈના શ્રમજીવી પરિવારે સંતાન ગુમાવ્યું

- માતા, પિતા કામમાં પર ગયા અને દાદી રસોઈમાં વ્યસ્ત હતાં ત્યારે બાળક સરકી ગયું

મુંબઈ : વસઈમાં ઘરની નજીક આવાલ નાળામાં પડી જતા અઢી વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. 

વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગ્રેડે કહ્યું હતું કે આ ઘટના વસઈના ઉમાળે ફાટાની લોહિયા ઝૂંપડપટ્ટીમાં બની હતી.

અઢી વર્ષીય નરેન્દ્ર ગોરીવાલેના માતા, પિતા કામમાં ગયા હતા જ્યારે દાદી રસોઈ બનાવી રહ્યા હતા તે સમયે બાળક ઘરની બહાર ગયું હતું. તેનો પગ લપસી ગયો હતો. નરેન્દ્ર નાળામાં ખાબક્યો હતો.

થોડીવાર પછી દાદીને નરેન્દ્ર ઘરમાંથી ગાયબ હોવાની ખબર પડી હતી. તેણે પાડોશીને જાણ કરી હતી. છેવટે શોધખોેળ કરતા નરેન્દ્રનો મૃતદેહ નાળામાંથી મળી આવ્યો હતો.

વસઈ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.


Google NewsGoogle News