દીકરીની નજર સામે વાઘે તેની માતાને ફાડી ખાધી

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
દીકરીની નજર સામે વાઘે તેની માતાને ફાડી ખાધી 1 - image


ઝાડીમાંથી અચાનક વાઘે તરાપ મારી

તાડાળીના જંગલમાં વન વિભાગે ગોઠવેલાં  છટકાંમાં દહેશત ફેલાવનારો વાઘ ઝડપાયા

મુંબઇ :  અવારનવાર વાઘના હુમલા માટે પંકાયેલા ગઢચિરોલીના જંગલમાં ભરબપોરે દીકરીની નજર સામે વિકરાળ વાઘે તેની માતાને ફાડી ખાધી હતી.

ગઢચિરોલી શહેરની સાત કિલોમીટર દૂર વાકડીના જંગલમાંથી મંગળાબાઇ બોળે (૫૫) અને તેની દીકરી પસાર થતા હતા, એ વખતે ઝાડીમાંથી વાઘે તરાપ મારી હતી. દીકરીએ બચાવ માટે ચીસાચીસ કરી મૂકી હતી, મહિલાએ વાઘની પકડમાંતી છુટવા બહુ તડફડિયા માર્યા હતા. પરંતુ દીકરીની નજર સામે વાઘ માતાને મારીને જંગલમાં ઢસડી ગયો હતો. બૂમાબૂમ સાંભળી ગામ લોકો દોડી આવ્યા હતા, પણ વાઘ ત્યાં સુધીમાં જંગલમાં પલાયન થઇ ગયો હતો. મહિલાનું શબ જંગલમાંથી મળ્યું હતું.

બે દિવસ પહેલા જ ગઢચિરોલીને અડીને આવેલા તાડાળીના જંગલમાં વન- વિભાગે ગોઠવેલા છટકાંમાં એક વાઘ સપડાઇ ગયો હતો. આ વાઘે છેલ્લા કેટલાય દિવસથી જંગલ નજીક આવેલા ગામડાઓમાં દહેશત ફેલાવી હતી.



Google NewsGoogle News