ટ્રક દીવાલ તોડી સોસાયટી પરિસરમાં ઘૂસતાં કિશોરનું મોત, છ ઘાયલ

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
ટ્રક દીવાલ તોડી સોસાયટી પરિસરમાં ઘૂસતાં કિશોરનું મોત, છ ઘાયલ 1 - image


- ટ્રક કાબૂ ગુમાવી પલ્ટી ખાઈ દિવાલની અંદર ઘૂસી

- પ્રથમેશ સોસાયટીમાં ધસી આવેલી ટ્રકે સાત રહીશોને અડફેટે લીધા

મુંબઇ : મુંબ્રામાં શનિવારે રાત્રે એક સોસાયટીની કમ્પાઉન્ડ દિવાલ સાથે સિમેન્ટ કોંક્રીટ મિક્સરથી ભરેલી  ટ્રક અથડાતા એક ૧૪ વર્ષીય કિશોરનું મોત થયું હતું. તો છ રહેવાસીઓ ઈજા થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મુંબ્રા બાયપાસ પર રાતે નવ વાગ્યાના અરસામાં   ટ્રક ડ્રાઈવરે  ટ્રક પરનો કાબુ ગુમાવી બેસતા બાજુની બિલ્ડીંગના કમ્પાઉન્ડ દિવાલ સાથેં અથડાઈ નીચે પલટી ખાઈ ગઈ હતી. 

આ ઘટનામાં નાસિર શેખ (ઉ.વ.૧૪) નું મોત થયું હતું. તો વિશાલ સોનાવણે (ઉ.વ. ૨૫), આશિક ઈનામદાર (ઉ.વ. ૧૫), પ્રભાકર શાલીયન (ઉ.વ. ૪૮), અબ્દુલ વફા (ઉ.વ. ૫૦), ફરીદ શેખ (ઉ. વ. ૫૪) આશા દાઘવડે (ઉ.વ. ૫૮) ઘાયલ થયા હતા. 

આ ઘટનાની માહિતી મળતા જં, મુંબ્રા પોલીસ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, ફાયર વિભાગ તાત્કાલિક  ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ૧૪ વર્ષીય કિશોરને તબીબી તપાસ દરમિયાન,  મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય  ઘાયલોને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસ પ્રાથમિક તપાસ મુજબ,  સિમેન્ટ કોંક્રીટથી ભરેલ ટ્રક  પર  ડ્રાઈવર  કાબુ ગુમાવી બેસતા ટ્રક કમ્પાઉન્ડ દિવાલ તોડીને પ્રથમેશ સોસાયટીમાં પ્રવેશ્યુ હતું. તે સમયે ં ઘણા રહેવાસીઓ સોસાયટીમાં  નીચે હાજર હતા. આ ઘટનામાં  સાત સ્થાનિક રહિવાસીઓ ઘાયલ થયા હતા . તેમાંથી એક સગીરનું મોત થયું હતું. 



Google NewsGoogle News