નવી મુંબઈમાં વીજ કંપનીનો ટેકનિશિયન હોટલના માલિક પાસેથી લાંચ લેતા પકડાયો

Updated: May 11th, 2024


Google NewsGoogle News
નવી મુંબઈમાં વીજ કંપનીનો ટેકનિશિયન હોટલના માલિક પાસેથી લાંચ લેતા પકડાયો 1 - image


આ મામલામાં એમએસઈડીસીએલ કંપનીનો એક આરોપી ફરાર 

જાલનામાં ફાયર વિભાગના કર્મચારી પાસેથી રુ. ૫૫,૦૦૦ ની લાંચ લેવા બદલ પાલિકાના બે કર્મચારીઓની ધરપકડ

મુંબઇ:નવી મુંબઈમાં મહાવિતરણ વીજ કંપનીના ચીફ ટેકનિશિયનને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક હોટલના માલિક પાસેથી કથિત રીતે લાંચ માંગવા અને લાંચ સ્વીકારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત જાલનામાં પરતૂર મહાનગરપાલિકા કાઉન્સિલના બે કર્મચારીઓ દ્વારા સહકર્મી પાસેથી લાંચ લેવા બદલ બંને કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. 

નવી મુંબઈમાં  હોટલનો માલિક  તેના હોટલમાં ં કોમર્શિયલ વીજ મીટર લગાવવા માંગતો હતો. જેના માટે  આરોપી દીપક મરાઠે  ચીફ ટેકનિશિયને  પોતાના માટે   રુ. ૪૦૦૦ અને સહાયક ઈજનેર સચિન ફુલઝેલે માટે રુ. ૧૦૦૦ની લાંચ માંગી હતી. 

આ ઘટના બાદ હોટલના માલિકે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે  એસીબીઅ ે દ્વારા  હોટલમાં  છટકું  ગોઠવવામાં આવ્યુ હતું. દરમિયાન મરાઠે  સાંજે  લાંચ લેતા  રંગે હાથે ઝડપાયો હતો. આ મામલામાં સચિન હજ ુ ફરાર છે અને તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. 

આ મામલામાં વાશી પોલીસે બંને આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

આ ઉપરાંત જાલનાના બલ્લાપુર મહાનગરપાલિકા કાઉન્સિલમાંથી તાજેતરમાં ટ્રાન્સફર થયેલ ફાયર વિભાગના  કર્મચારીએ   તેના બાકીના લેણાં મેળવવા માટે  પરતૂર મહાનગરપાલિકા કાઉન્સિલનાં બે પાલિકા કર્મચારીઓ પાસે મદદ માંગી હતી. પરંતુ આરોપીઓએ  ફાયર વિભાગના કર્મચારી પાસેથી રુ. ૫૫,૦૦૦ અને દારુની બોટલની માંગણી કરી હતી. 

આ બાદ ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતા, એસીબીએ શુક્રવારે પાલિકા કાઉન્સિલ ઓફિસમા ં છટકું ગોઠવ્યું હતું. દરમિયાન ફાયર વિભાગના કર્મચારી દ્વારા લાંચની રકમ સ્વીકારવવા  બદલ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ કિરણ બિડવે અને અન્ય સહકર્મીની ધરપકડ કરી હતી.

આ મામલામાં પોલીસે બંને આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.


Google NewsGoogle News