Get The App

ગઢચિરોલીમાં વિફરેલા હાથીએ યુવાનને સૂંઢથી ઉપાડી નીચે પટકી મારી નાખ્યો

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ગઢચિરોલીમાં વિફરેલા હાથીએ યુવાનને સૂંઢથી ઉપાડી નીચે પટકી મારી નાખ્યો 1 - image


નકસવાદીગ્રસ્ત વિસ્તારમાં હાથીનો આતંક

ગુસ્સો ઉતર્યો ન હોવાથી રાત્રે ઘટનાસ્થળને હાથી પાછો આવ્યો અને શબને વારંવાર છૂંદી નાખ્યું

મુંબઇ :  મહારાષ્ટ્રના નકસલવાદીગ્રસ્ત વિસ્તાર ગઢચિરોલીના જંગલમાં એક હાથીની ક્રુરતાએ તમામ હદ વટાવી દીધી હતી. ખેતરમાંથી હાથીને હાંકી કાઢવા ગયેલા યુવાનને હાથીએ સૂંઢથી  ઉપાડી રસ્તા પર પછાડી મારી નાખ્યો હતો. ત્યાર પચી પગેથી કચડીને જંગલમાં  ચાલ્યો ગયો હતો. પરંતુ ગુસ્સો ઉતર્યો ન હોવાથી રાત્રે હાથી પાછો ઘટનાસ્થળે આવ્યો હતો અને ફરીથી મનોજ યેરમે નામના યુવાનના શબને વારંવાર પગેથી છૂંદી નાખ્યું હતું. ત્યાર પછી મૃતકના પગ અને માથાને દૂર ફગાવી દીધા હતા.

ગઢચિરોલીના વડઘા નજીક મરેગાંવના ખેતરોમાં જંગલી હાથી પાકને નુકસાન પહોંચાડતા હોવાથી મનોજ તેના બે મિત્રો સાથા હાથીને હાંકી કાઢવા  ગયો હતો. હાથીને હાંકી કાઢવા હાંકલા-પડકારા કરતા તે વિફર્યો હતો અને ત્રણેય શખસો તરફ ધસી ગયો હતો. મનોજના બે મિત્રો ડરના માર્યા ઝાડ ઉપર ચડી ગયા હતા. મનોજ પોતાની સાયકલ ઝાડને ટેકે મૂકી ઝાડ પર ચડવા ગયો ત્યાં તો હાથીએ તેને સૂંઢમાં પકડીને પૂરી તાકાતથી બેવાર નીચે પટકતા રામ રમી ગયો હતો.

 ગામવાળાને ખબર પડતા બધા દોડી આવ્યા હતા પણ વિફરેલા હાથી સામે તેમનું કંઇ  આવ્યું નહોતું. બે કલાક પછી હાથી પાછો આવ્યો હતો અને ફરી મનોજ યેરમના શબને છૂંદી નાખ્યું હતું અને છૂટા પડેલા અંગો દૂર ફેંકી દીધા હતા. બીજે દિવસે મનોજના બે પગ અને માથું ૩૦ મીટર દૂર મળ્યા હતા. પણ બે હાથનો પત્તો જ નહોતો લાગ્યો.



Google NewsGoogle News