લાલબાગ ચા રાજામાં ભારે ભીડથી નાસભાગ જેવી સ્થિતિ

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
લાલબાગ ચા રાજામાં ભારે ભીડથી નાસભાગ જેવી સ્થિતિ 1 - image


સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો

વીવીઆઈપીઓ માટે ખાસ વ્યવસ્થાઃ સાંકડી જગ્યામાં  બાકીના ભક્તો માટે બેદરકારી

મુંબઈ :   ગણપતિ ઉત્સવના બીજા દિવસે બુધવારે હજારો ભક્તો દેશમાં સૌથી પ્રખ્યાત મુંબઈના લાલબાગના રાજાના દર્શનાર્થે આવ્યા ત્યારે લગભગ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મોડિયા પર  વાયરલ થયો છે. 

     વીડિયોમાં જોઈ શકાય છે કે પંડાલમાં નાસભાગ જેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે લોકો પરિશ્રમ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો જમીન પર પણ પડી ગયા છે. આ વિડિયો ફરી એકવાર લાલબાગચા રાજાના પંડાલની વ્યવસ્થા જાળવવામાં મુંબઈ પોલીસની  નિષ્ફળતાને દર્શાવે છે અને સત્તાવાળાઓ તથા સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાના અભાવ પર પ્રશ્ન ઉભો કરે છે.

 લાલબગના રાજાના દર્શન માટે આવનારા ટોચના ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને બોલિવૂડના સેલિબ્રિટીઓ માટે તો વીઆઈપી વ્યવસ્થા હોય છે પણ  સામાન્ય લોકો માટે સુરક્ષા વ્યવસ્થા ભયજનક છે. લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળ, જે લગભગ આઠ દાયકાથી વધુ સમયથી અસ્તિત્વમાં છે, જ્યાં માત્ર મહારાષ્ટ્રના જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો આવે છે. લાલબાગચા રાજાની મૂત પંડાલમાં જ બનાવવામાં આવે છે, તેથી તેના આગમન માટે કોઈ શોભાયાત્રા યોજાતી નથી.

   લાલબાગના રાજાના દર્શન માટે ભક્તો  લાઈનમાં રાહ જોતા કલાકો પસાર કરે છે. જેમની સુરક્ષાની ખાતરી માટે, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે આ વર્ષે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સમાંથી રૃ. ૨૬.૫૪ કરોડનું વીમા કવરેજ મેળવ્યું છે. આ પોલીસી વિવિધ જોખમોને આવરી લે છે, જેમાં આગ, ચોરી, અકસ્માતો, નાસભાગ, આતંકવાદના કૃત્યો અને પ્રસાદના કારણે થતા ફૂડ પોઈઝનિંગનો સમાવેશ થાય છે. મંગળવારે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા જેમાં લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સભ્યો હજારોની ચલણી નોટોની ગણતરી કરતા જોઈ શકાય છે.



Google NewsGoogle News