લતાજીનાં ઘર પાસે વિશિષ્ટ હેરિટેજ ફલક લગાડાશે
લતાજીના 50 ફૂટ લાંબા ભીતચિંત્રનું અનાવરણ
ક્યુઆર સ્કેન કરી લતાજી વિશેની તમામ વિગતો તત્કાળ મેળવી શકાશે
મુંબઇ : ભારત-રત્ન લતા મંગશેકરના જીવન અને સંગીત ક્ષેત્રે મેળવેલી સિદ્ધિને લગતી તમામ માહિતી ક્યૂઆર કોડની મદદથી મળ શકશે. પેડર રોડ પર લતાજીના નિવાસસ્થાન પ્રભુ-કુંજ નજીક બીએમસી તરફથી પુરાતન વારસા ફલક (હેરિટેજ ફલક) લગાડવામાં આવશે. આ ફલક પર ક્યૂઆર કોડની મદદથી મહાન પાશ્વેગાયિકા વિશેની વિગતો જાણી શકાશે.
મુંબઇ આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે લતા મંગેશકરનું નિવાસસ્થાન દર્શનીય સ્થળ બની ગયું છે. મુંબઇ દર્શનની બસ પેડર રોડથી પસાર થાય ત્યારે ટુરિસ્ટોને ખાસ પ્રભુ-દર્શન દેખાડવામાં આવે છે. એટલે જ પાલિકાએ આ જગ્યાએ હેરિટેજ ફલેક લગાડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ મુંબઇ સાથે જેમનો નાતો રહ્યો છે એવી હસ્તીના નિવાસસ્થાન તેમજ ઐતિહાસિક સ્થળોની બહાર આ જાતના હેરિટેજ ફલેક લગાડવામાં આવશે.
રમ્યાન કેમ્પ્સ કોર્નર ફલાયઓવર પાસે લતા મંગેશકરનું ૫૦ ફૂટ લાંબુ અને ૧૫ ફૂંટ ઉંચુ ભીંત શિલ્પ રચાયું છે. આ શિલ્પનું તાજેતરમાં જ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. લતા મંગેશકર પેડર રોડના પ્રભુ-કુંજમાં રહેવા આવ્યા તેનાં અનેક વર્ષો પહેલાં ગ્રાન્ટ-રોડના નાના ચોક વિસ્તારમાં રહેતા હતા. એટલે આ સ્થળ ભીંત ચિત્ર માટે પસં કરવામાં આવ્યું છે.