નાગપુરના જમાઇ પત્નીને મળવા જર્મનીથી સાઇકલ પર આવ્યા
પત્નીએ જ સાઈકલ યાત્રા માટે પ્રોત્સાહન આપ્યું
70 વર્ષના પિતાએ પણ 12 હજાર કિલોમીટરનો સાઇકલ પ્રવાસ કયા
મુંબઇ : મહારાષ્ટ્રના સંતરાના શહેર તરીકે જાણીતા નાગપુરમાં પત્નીને મળવા માટે જર્મન જમાઇરાજા જર્મનીથી સાઇકલ ઉપર ભારત આવી પહોંચ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે સાથે તેમના ૭૦ વર્ષના પિતા પણ સાઇકલ સવારી કરીને ૧૨ હજાર કિલોમીટરનો પંથ કાપીને પહોંચ્યા હતા.
નાગપુર પોતાના સાસરે પહોંચવા માટે ક્રિસ્ટોફ વિટ્ટે (ઉં.વ.૩૭) અને તેમના પિતા જોહાન્સ વિટ્ટે (ઉં.વ.૭૦) ૧૯મી જૂને ૧૯ જૂને બ્રાઉન્સવિંગ શહેરથી સાઇકલ યાત્રા શરૃ કરી હતી. ૧૨ હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને ૧૬મી નવેમ્બરે ભારત આવી પહોંચ્યા હતા. પિતા- પુત્ર જર્મની, ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયા, હંગેરે, સમાનિયા, બલ્ગેરિયા, જ્યોર્જિયા, કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, તિબેટ, નેપાળ થઇને ભારતમાં પ્રવેશ્યા હતા.
સાહસયાત્રી ક્રિસ્ટોફના લગ્ન નાગપુરના વિંધ્યા સંજના અને જિમ્મી સંજનાની દીકરી ફિરોઝા સાથે થયા છે. આ સાહસયાત્રા માટે પત્નીએ જ પ્રોત્સાહિત કર્યા હોવાનું નાગપુરના જમાઇએ કહ્યું હતું.