Get The App

સિંધુદુર્ગમાં એક જ રાતમાં મહાદેવનું નાનું મંદિર બાંધ્યું

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
સિંધુદુર્ગમાં એક જ રાતમાં મહાદેવનું નાનું મંદિર બાંધ્યું 1 - image


શિવરાત્રિ નિમિત્તે અનોખો વિક્રમ

પાંડવકાલીન સ્થળે મંદિરનું નિર્માણ

મુંબઈ - સામાન્ય રીતે મોટા મંદિરો બંધાતા અનેક વર્ષો લાગતા હોય છે. પરંતુ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના સાવંતવાડીમાં શિવરાત્રિ પહેલાં એક જ રાતમાં મંદિર બાંધવાનો અનોખો વિક્રમ કરવામાં આવ્યો હતો.

બાંદા- દાણોલી માર્ગ પર સરમેળ ખાતે પાંડવકાલીન સ્થળે સપતનાથ મંદિર એક જ રાતમાં બાંધવાની ઈચ્છા ગોવાના એક ભક્તે વ્યક્ત કરી હતી. સરમેળ ગામના લોકોએ હર્ષભેર આ પડકાર ઝીલી લીધો હતો અને હર હર મહાદેવના જય ઘોષ સાથે પાંચમી માર્ચે સૂર્યાસ્ત પછી મંદિરનું બાંધકામ શરૃ કર્યું અને છઠ્ઠી માર્ચનો સૂર્યોદય થયો ત્યારે નાનકડું મંદિર બંધાઈ ગયું હતું.

આ મંદિર બાંધવા માટે ૧૧ રાજસ્થાની કારીગરો, ૨૫થી વધુ સ્થાનિક મદદનીશો કામે લાગ્યા હતા. ચાર જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



Google NewsGoogle News