ડોંબિવલીમાં 62 હજાર પુસ્તકો દ્વારા રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરાઈ
50 ફૂટ ઊંચી, 80 ફૂટ પહોળી રેપ્લિકા
મંદિર બનાવતાં 30 દિવસનો સમય લાગ્યોઃ 19મી પછી જાહેર જનતા નિહાળી શકશે
મુંબઈ : ડોંબિવલીની એક સંસ્થાએ સાવળારામ સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ઓડિટોરિયમમાં લગભગ ૬૨,૫૦૦ પુસ્તકો દ્વારા ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કર્યું છે.
૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલુ છે. ત્યારે ડોમ્બલીમાં એક સંસ્થાએલગભગ ૬૨, ૫૦૦ પુસ્તકો દ્વારા ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કર્યું છે.
રામ મંદિરની આ પ્રતિકૃતિ બનાવવામાં ૩૦ દિવસનો સમય લાગ્યો છે અને આ મંદિર ૫૦ ફૂટ ઊંચુ, ૮૦ ફુટ પહોળુ અને ૪૦ ફુટ લાંબુ છે. આ મંદિરનું કામ ૧૯ મીએ પૂર્ણ થતુ હોવાથી તે બાદજાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે.
આ ઉપરાંંત સાવળારામ સ્પોર્ટ્સ કોમ્પેલેક્સમાં ૧૯મી જાન્યુઆરીથી ૨૮ મી જાન્યુઆરી સુધી પૈ લાઈબ્રેરી દ્વારા બહુભાષી પુસ્તક પ્રદર્શનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન આ કાર્યક્રમ વિજ્ઞાાન અને વૈજ્ઞાાનિકોના વિષય પર આધારિત હોવાથી જુદા જુદા મહાનુભવો પાસેથી વિવિધ વિષયો પર માર્ગદર્શન પણ આપવામાં આવશે.