Get The App

'અમારી હિટલિસ્ટમાં વધુ એક નેતા...' બાબા સિદ્દિકીના શૂટરનો પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
'અમારી હિટલિસ્ટમાં વધુ એક નેતા...' બાબા સિદ્દિકીના શૂટરનો પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ 1 - image


Baba Siddiqui Case |  એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કરનારા શૂટર શિવકુમાર ગૌતંની પૂછપરછમાં રોજ નવી ચોંકાવનારી માહિતી મળી રહી છે. પુણેના એક નેતા પણ સિદ્દીકીના હત્યારાઓના નિશાન પર હતા. વર્ષ 2022માં શ્રદ્ધા વાલકરની હત્યા કેસનો આરોપી આફતાબ પૂનાવાલા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના હિત લિસ્ટમાં હોવાની માહિતી મળી છે.

બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરનાર શૂટર શિવકુંમાર ગૌતમ ઉર્ફે શિવાએ તપાસ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા છે. ફરાર આરોપી શુભમ લોણકર પુણેના એક નેતાની હત્યાનું કાવતરૂં ઘડયું હોવાનું જણાવ મળ્યું હતું તે નગરસેવક હોવાનું કહેવાય છે હવે તે કોર્પોરેટર કોણ છે એના વિશે ચર્ચાઓ  થઈ  રહી છે.

વર્ષ ૨૦૨૨માં રાજધાની દિલ્હીમાં શ્રદ્ધા વાલકરની હત્યાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. હવે આ હત્યા કેસનો આરોપી આફતાબ પૂનાવાલા બિશ્નોેઈ ગેંગના હિટલિસ્ટમાં હોવાનું ગૌતમની પૂછપરછમાં જાણવા મળ્યું છે. શૂટર શિવકુમારે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે સિદ્દીકીની હત્યામાં સામેલ બિશ્નોઈ ગેંગના ગુંડા શુભમ લોણકરે તેની સાથે આફતાબ પૂનાવાલાની ચર્ચા કરી હતી. પરંતુ તિહાર જેલમાં બંધ  આફતાબ જડબપેસલાક સુરક્ષા સબંદોબસ્ત વચ્ચે હોવાતી ગેંગે તેમનો પ્લાન અટકાવી દીધો હતો.

આ માહિતી સામે આવ્યા બાદ તિહાર જેલ ઓથોરિટી આફતાબની સુરક્ષાને લઈને વધુ સતર્ક બની ગઈ છે.

તિહાર જેલ સંબંધિત સૂત્રોના જણાવ્યા  મુજબ મુંબઈ પોલીસ તરફની આ બાબતે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.  પરંતુ વહીવટીતંત્રે મીડિયા અહેવાલોની નોંધ લીધી છે. અને આફતાબની સુરક્ષાની સમીક્ષા કરી છે.

૧૮મે, ૨૦૨૨ના રોજ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મુંબઈની રહેવાસી શ્રદ્ધા વાલકરની દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસના આરોપી આફતાબ પૂનાવાલા અને શ્રદ્ધા લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. શ્રદ્ધાના મિક્ષ ઘણા દિવસોથી તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો. અંતે શ્રદ્ધાના પિતાને આની જાણ કરાઈ હતી. પછી મુંબઈમાં પોલીસ સ્ટેશનમાં  શ્રદ્ધાની ગુમ થયાની ફરિયાદ કરાઈ હતી.

દિલ્હી પોલીસે આફતાબની ધરપકડ કરી હતી. આ નરાધમે શ્રદ્ધાની હત્યા કરી લાશના 35 ટુકડા કરી ફ્રિઝમાં રાખ્યા હતા. પછી 18 દિવસ સુધી દરરોજ રાતે જંગલમાં જી આ ટુકડા ફેંકી દીધા હતા.

સિદ્દીકીની હત્યા બાદ પોલીસે શૂટરને જ પૂછ્યું 'આરોપીને જોયો છે?'

મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા બાદ બિન્દાસ્તપણે ઘટના સ્થળે હાજર શૂટર શિવકુમાર ગૌતમને જ પોલીસે  પૂછ્યું હતું કે આરોપીને જોયો છે? એવી માહિતી તપાસમાં બહાર આવી છે.

મુંબઈ ક્રાઈંમ બ્રાન્ચે  ઉત્તર પ્રદેશની શિવકુમાર ગૌતમ ઉક્રે શિવાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. સિદ્દીકે પર ગોળીબાર કર્યા પછી થોડીવાર બાદ શૂટર ગૌતમ ભાગી ગયો હતો.  તેણે આગળ જઈને બેગમાં લાવેલા શર્ટને બદલ્યું હતું. પચી તેણે પહેરેલા શર્ટ અને પિસ્તોલને બેગમાં રાખીને હુમલાના સ્થળની ૧૦૦ મીટર દૂર ફેંકી દીધી હતી.  ત્યાંથી ગૌતમ લીલાવતી હોસ્પિટલ ગયો હતો.  જ્યાં સિદ્દીકીની તબિયત વિશે પૂછપરછ કરી હતી.  ત્યાંથી ફરી તે ઘટના સ્થળે આવ્યો હતો. 

ત્યાં તેણે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે સાથીદાર ધર્મરાજ કશ્યપ અને ગુરુમેલ સિંહને જોયા હતા. 

શૂટર ગૌતમ ભીડમાં જઈને ઊભો હતો. પોલીસલ ટોળામાં બધાની પૂછપરછ કરી રહી  હતી. ત્યારે પોલીસે ગૌતમને પૂછું કે તેણે શૂટરને જોયો છે? પછી તે ઘટનાસ્થળથી ભાગી ગયો હતો.


Google NewsGoogle News