Get The App

શાહરુખના ડાયલોગ સામે વાંધો ઉઠાવનારના ફોન પરથી હવે હત્યાની ધમકી

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
શાહરુખના ડાયલોગ સામે વાંધો  ઉઠાવનારના ફોન પરથી હવે હત્યાની ધમકી 1 - image


બિશ્નોઈ સમાજમાં મિત્રો હોવાથી હરણના શિકારના સંવાદ સામે વાંધો લીધો હતો

જોકે, મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યા બાદ પૂછપરછ થતાં રાયગઢના વકીલનો દાવો, ફોન થોડા દિવસો પહેલાં ચોરાઈ ગયો છે

મુંબઈ :  સુપરસ્ટાર સલમાન ખાન બાદ હવે બોલીવુડના કિંગ શાહરૃખ ખાનને રૃા. ૫૦ લાખની ખંડણી માટે ધમકીભર્યો ફોન આવતાં એજન્સીઓ દોડતી થઈ હતી. આ કોલ રાયપુરના એક વકીલના ફોન પરથી થયાનો ખ્યાલ આવ્યા બાદ મુંબઈ પોલીસે આ વકીલને મુંબઈમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. દરમિયાન, રાયપુર ખાતે આ યુવકે એવો દાવો કર્યો હતો કે તેનો ફોન થોડાક  દિવસો પહેલાં જ ચોરાઈ ચૂક્યો છે. સમગ્ર  પ્રકરણમાં એવો પણ ફણગો ફૂટયો છે કે મૂળ રાજસ્થાનનો આ યુવક બિશ્નોઈ સમુદાયમાં મિત્રો ધરાવે છે અને  શાહરુખ ખાનની 'અંજામ' ફિલ્મમાં હરણના શિકાર બાબતના એક ડાયલોગ બદલ તેણે ભૂતકાળમાં શાહરુખ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. 

સૂત્રોના જણાવ્યા મુજબ બાંદરા પોલીસ સ્ટેશનમાં પાંચમી નવેમ્બરના બપોરે ૧.૨૧ વાગ્યે ફોન આવ્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ ધમકી આપી હતી કે  મન્નત બેન્ડ સ્ટેન્ડાવાળો શાહરુખ ખાન  રૃા. ૫૦ લાખ નહી આપે તો તેને મારી નાખીશ. પછી પોલીસે ફોન કરનારને એનુ નામ પૂછયું હતું.

મારુ નામ શું છે એનાથી કોઇ ફરક પડતો નથી, જો તમને નામ લખવું હોય તો મારુ નામ હિન્દુસતાની છે. 

શાહરૃખને ધમકી આપનાર કોલર સામે બાંદરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા બીએનએઇની  કલમ ૩૦૮ (૪), ૩૫૧ (૩) (૪) હેઠળ કેસ નોંધ્યો છે. પરંતુ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. આ મામલાની વધુ તપાસ માટે પોલીસની જુદા જુદા સ્થળે મોકલવામાં આવી હતી.

રાયપુર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ સંતોષ સિંહે જણાવ્યું હતું કે શાહરૃખ ખાનને મળેલી ધમકીની તપાસના ભાગરૃપે મુંબઇ પોલીસની ટીમ રાયપુર આવી હતી. અહીં પાંડરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા વકીલ ફૈઝાન ખાનને પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યા હતા.ફૈઝાનના નામે નોંધાયેલા ફોન નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો.

મુંબઇ પોલીસની એક ટીમે આજે સવારે પાંડરી પોલીસ સ્ટેશન પહોંચી અને અધિકારીઓને આ કેસ વિશે જાણ કરી હતી. જેના પગલે ફૈઝાનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ફૈઝાને પોલીસને જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે તેનો ફોન ખોવાઇ ગયો હતો. તે આ અંગે  ખામરડીહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ચૂક્યો છે. 

ફેઝાનના જણાવ્યા અનુસાર અગાઉ તેણે શાહરુખ ખાનની 'અંજામ' ફિલ્મમાં હરણના શિકાર બાબતના ડાયલોગ સંદર્ભમાં મુંબઈ પોલીસમાં શાહરુખ સામે ફરિયાદ નોંધાવી હતી. ફૈઝાને કહ્યુ ંહતું કે  હું રાજસ્થાનનો વતની છું. બિશ્નોઇ સમુદાય (જે રાજસ્થાનનો છે) મારો મિત્ર છે. હરણનું રક્ષણ કરવું તેમના ધર્મમાં છે. આથી જો કોઇ મુસ્લિમ હરણ વિશે આવું કંઇક કહે તો તે નિંદનીય છે. આથઈ મે વાંધો ઉઠાવ્યો હતો, એમ તેણે કહ્યું હતું. 

રાયપુરમાં પત્રકારો સાથે વાત કરતા ફૈઝાને દાવો કર્યો હતો તે તેનો ફોન ચોરાઇ ગયો હતો તેના નંબરથી કોલ કરવાના મામલાને તેણે પોતાની વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું.



Google NewsGoogle News