જોગેશ્વરીમાં પાલિકા સફાઇ કર્મચારી ગળાફાસો ખાઇને આત્મહત્યા કરી
બીમાર પુત્રીની સંભાળ રાખવા રજા લેનારા
નોકરીમાં જોડાવાની મંજૂરી ન આપનારા બીએમસી ઓફિસર સામે કેસ
મુંબઇ: જોગેશ્વરીમાં મહાનગર પાલિકાના સફાઇકર્મચારીએ ઘરમાં ગળાફાસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે મૃતક કર્મચારીને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપસર બીએમસી અધિકારી અને અન્ય બે મુકાદમ કેસ નોંધવામાં આવ્યો છે બીમાર પુત્રીની સંભાળ રાખવા રજા લીધા બાદ આ કર્મચારીને આરોપીઓએ નોકરીમાં જોડાવાની મંજૂરી આપી નહોતી આથી તે હતાશ હતો. તેણે સ્યુસાઇડ નોટમાં આનો ઉલ્લેખ કરાયો હોવાનું કહેવાય છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઇ કામદાર સુભાષ અર્જુન સોનાવણે (ઉ.વ.૪૨)એ લગભગ ૬.૩૦ વાગ્યે જોગેશ્વરી (પશ્ચિમ)ના સર્વોદય કોલોનીમાં પોતાના ઘરના દરવાજાના હેન્ડલ પર ગળાફાંસો ખાઇ લીધો હતો. તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી પોલીસે વધુ તપાસ આદરી હતીં.
પોલીસને ઘટનાસ્થળ પરથી સ્યુસાઇડ નોટ મળી હતી એમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે બીમાર પુત્રીની દેખરેખ રાખવા માટે એક મહિનાની રજા લીધી હતી. પછી તે કામ પર પાછો ફર્યો હતો. ત્યારે બીએમસી અધિકારી જે કોટેન અને બે મુકાદમે તેને નોકરીમાં જોડાવાની મંજૂરી આપી નહોતી.
તેણે તેની પાસેથી પૈસા પણ લીધા હતા. એવો સ્યુસાઇડનોટમાં આરોપ ક રવામાં આવ્યો હતો. આમ શોષણથી કંટાળીને પોતાનું જીવન સમાપન કરી રહ્યો હોવાનું મૃતકે ચીઠ્ઠીમાં જણાવ્યું હતું.
ઓશિવરા પોલીસ સ્ટેશનમાં આ મામલે બીએમસી ઓફિસર અને બે મુકાદમ સામે ભારતીય દંડ સંહિતાની કમલ ૩૦૬ (આત્મહત્યા માટે મજબૂર કરવું) કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે. અને હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસ અધિકારીએ કહ્યુંહતું.