માતા પોતાના યાર પાસે સગા દીકરા પર સૃષ્ટિ-વિરૃદ્ધનું કૃત્ય કરાવતી

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
માતા પોતાના યાર પાસે સગા દીકરા પર સૃષ્ટિ-વિરૃદ્ધનું કૃત્ય કરાવતી 1 - image


પુણેમાં હૈયુ હચમચાવી નાખે એવી ઘટના

બાળક અત્યાચારનો વિરોધ કરે તો ધગધગતા ડામ આપવામાં આવતા

મુંબઇ :  બાળકો પર થતા અત્યાચાર અને બાળ શોષણની ઘટનામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જોકે તાજેતરમાં એક ૧૩ વર્ષના કિશોર સાથે થયેલી અત્યાચારની કંપાવીનાંખે તેવી ઘટના પ્રકરણે મુંબઇ પોલીસે કિશોરની માતા (૪૨)ની ધરપકડ કરી હતી. જ્યારે આ ઘટનામાં કિશોર પર અત્યાચાર ગુજારનાર તેની માતાના યાર અને તેની  માસીને પકડી પાડવા પોલીસે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. 

આ ઘટના ૧૩ વર્ષના કિશોર સાથે પાંચ વર્ષ પહેલા ઓકટોબર ૨૦૧૮થી મે ૨૦૧૯ દરમિયાન બની હતી પણ આ ઘટના હાલ પ્રકાશમાં આવતા પીડિત કિશોરના પિતાએ મુંબઇ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઇ કિશોરની માતાની  ધરપકડ કરી હતી. પીડિત કિશોર  પુણેમાં હાલ નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતનુસાર પીડિતની માતા તેમજ પિતા  વચ્ચે અણબનાવ હોવાથી તેના પિતા મુંબઇ છોડી પુણે રહેવા ચાલ્યા ગયા હતા. અહીં તેમણે ફાર્મિગનો વેપાર શરૃ કર્યો હતો. પીડિતના પિતા અલગ રહેવા જતા  રહેતા તે સમયે નવ વર્ષની ઉમર ધરાવતા અને ચોથા ધોરણમાં બણતો પીડિતા એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી તેની માતા સાથે મુંબઇના એક પૂર્વીય પરાંમાં રહેતો હતો.

આ બાબતે કિશોરે પોલીસમાં આપેલ નિવેદન અનુસાર અત્યાચારની આ ઘટના પાંચ વર્ષ પહેલા બની હતી. તેના પિતા માતાને છોડી પુણે રહેવા ચાલ્યા ગયા ત્યાર બાદ તેની માતાનો બોયફ્રેન્ડ (૪૫) અવારનવાર તેના ઘરે આવતો. આ દરમિયાન તેની માતા અને બોયપ્રેન્ડ બન્ને મળી સાથે દારૃ પીતા, ત્યાર બાદ માતાનો બોયફ્રેન્ડ તેનું શોષણ કરી તેના પર સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચરતો. આ દુષ્કૃત્યમાં તેની માતા પણ સાથ આપતી અને જો તે વિરોધ કરે તો તેને શરીરના વિવિધ ભાગમાં ગમ ચમચાના ચટકા આપવામાં આવતા. પીડિત પર જ્યારે આ અત્યાચાર  ગુજારવામાં આવતો ત્યારે તેની માસી પણ અલગથી તેની સાથે અશ્લીલ અને અભદ્ર કૃત્યો કરતી. અત્યાચારની આ ઘટના સતત નવ મહિના સુધી ચાલ્યા બાદ પીડિત તેના પિતા સાથે પુણે રહેવા ચાલ્યો ગયો હતો.

પુણેમાં પુત્ર સાથે રહેતા પિતાને બાળકમાં મોટો બદલાવ નજરે પડયો હતો. તે સતત એકલો અને ગુમસુમ રહેતો હોવાથી તેના પિતાએ ઘણીવાર તેને આ બાબતે પુછ્યુ પણ તે કોઇ જવાબ આપતો નહોતો. પિતાને બાળકની ઘણી ચિંતા થતી પણ તે કોઇ પ્રતિક્રિયા આપતો નહોવાથી પિતાએ થોડા સમય પહેલા તેની જૂની નોટબુંકો ચેક કરતા તેમને જોરદાર આંચકો લાગ્યો હતો કારણ કે પીડિતે તેની સાથે થતા અત્યાચારનું સમગ્ર વર્ણન નોટબુકમાં કર્યું હતું.

આ વાતની જાણ થતા ક્રોધે ભરાયેલા પિતા તરત જ મુંબઇ આવ્યા હતા  અને મુંબઇ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પણ  ત્વરિત  કાર્યવાહી હાથ ધરી પીડિતની માતા, બોયફ્રેન્ડ અને માસી સામે આઇપીસીની કલમ ૩૭૭ (અકુદરતી અત્યાચાર), ૩૨૩ (હુમલો) ૫૦૬ (જાનથી મારી નાખવાની ધમકી) અને પોક્સો કાયદાની કલમ ૪,૬, ૮, ૧૨ અને ૧૬ હેઠળ ગુનો નોંધી પિડીતની  માતાની ધરપકડ કરી હતી. પીડિતની માતાને કોર્ટે ૩૦ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી છે. જ્યારે ફરારએવા બોયફ્રેન્ડ અને પીડિતની માસીને પકડી પાડવા વિશેષ પગલા ઉપાડયા છે.

આ સંદર્ભે  પ્રાપ્ત વિગતાનુસાર પીડિત કિશોરનું નિવેદન મજીસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવશે પણ પીડિતના શરીર પર આજે પણ ડામ આપ્યાના ડાઘ જોવા મળે છે. આ સાથે જ પોલીસે પીડિત માટે કાઉન્સેલરની વ્યવસ્થા પણ કરી છે. તેમજ પીડિતને કાઉન્સેલિંગ માટે ચાઇલ્ડ વેલફેર કમિટીમાં પણ મોકલવાનો નિર્ણય લેવાયો છે.



Google NewsGoogle News