થાણેમાં નાની પ્રતિમાઓના વિસર્જન માટે મોબાઈલ જળકુંડ ફરશે

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
થાણેમાં  નાની   પ્રતિમાઓના વિસર્જન માટે મોબાઈલ જળકુંડ ફરશે 1 - image


વિસર્જન સ્થળે ભીડ નિવારવા પ્રયોગ

મોબાઇલ વેહિકલ યુનિટ જુદા જુદા વિસ્તારોમાં ફરશે જેથી લોકો મૂર્તિ પધરાવી શકે

મુંબઈ - ગણપતિ વિસર્જનના સ્થળે ભીડ નિવારવા માટે થાણે મહાપાલિકા તરફથી એક નવતર ઉપયા અજમાવવામાં આવશે. વાહનની અંદર ગોઠવવામાં આવનારા નાના જળકુંડ સાથેનું આ મોબાઇલ વેહિકલ યુનિટ (એમવીયુ) જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને લોકો નાની મૂર્તિઓ જળકુંડમાં પધરાવી શકશે.

ગણેશ વિસર્જન વખતે દરિયા કિનારે, તળાવો કે નદીના કાંઠે કે પછી ખાડીમાં મૂર્તિઓ પધરાવવા માટે ખૂબ જ ભીડ થતી હોય છે. આમાં સાર્વજનિક મંડળોની મોટી મૂર્તિઓ પધરાવવા માટે ચાલુ રહેતા સતત ધસારાને લીધે નાની મૂર્તિઓ લઈને વિસર્જન માટે આવતા શ્રદ્ધાળુઓએ ખૂબ રાહ જોવી પડે છે. ઉપરાંત વિસર્જન સ્થળ સુધી પહોંચવા માટે ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડે છે. આ બાબત ધ્યાનમાં લઈ જેમ મહાપાલિકા તરફથી કૃત્રિમ તળાવ બાંધવામાં આવે છે એનાથી એક ડગલું આગળ વધીને જ ઘરઆંગણે વિસર્જનની સુવિધા આવવાનો ટીએમસીએ નિર્ણય કર્યો છે. મોબાઇલ વેહિકલ યુનિટમાં પાણીની ટાંકી ફિટ કરવામાં આવશે આને કારણે લોકો પોતાના ઘરની નજીક જ મૂર્તિની પૂજા કર્યા પછી વિસર્જન કરી શકશે અને ભીડથી બચી શકશે એમ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું છે.



Google NewsGoogle News