Get The App

ચેમ્બુરના તિલકનગરની એક ઇમારતમાં 12મા માળે ભીષણ આગ

- લોકો બારીઓ તોડી બહાર આવ્યા, રસ્સીની મદદથી બચવાનો પ્રયાસ, કોઇ જાનહાનિ નહી

Updated: Oct 8th, 2022


Google NewsGoogle News
ચેમ્બુરના તિલકનગરની એક ઇમારતમાં 12મા માળે ભીષણ આગ 1 - image

મુંબઇ

ચેમ્બુરમાં લોકમાન્ય તિલક  ટર્મિનસ પાસે આવેલ લ્લ વ્યુ બિલ્ડીંગમાં ૧૨મા માળે આજે ભીષણ આગ ફાટી નિકળી હતી. આજે બપોરે ૨.૪૦ મિનિટે લાગેલી આ આગને મુંબઇ ફાયર બ્રિગેડે લેવલ- ટુની આગ જાહેર કરી હતી. આગની આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી જો કે ધુમાડાના ગોટે-ગોટા વચ્ચે ફસાયેલા ૩૩થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનસ પાસે આવેલ રેલ વ્યુ બિલ્ડીંગમાં ૧૨મા માળે આજે બપોરે ભીષણ આગ ફાટી નિકળી હતી.   થોડા જ સમયમાં આગને લીધે કાળા ડિંબાગ ધુમાડાના ગોટેગોટા નિકળવા માંડયા હતા. આ ઘટના બાદ આગમાં ફસાયેલા લોકોએ સ્વયં  ઘરની બારીઓ તોડી બચવાનો પ્રયાસ કર્યો હતો ઘણા લોકો આગની જ્વાળાઓને જીવલેણ ધુમાડાથી બચવા બિલ્ડીંગની પેરાપેટ વોલ પર આવીને બેસી ગયા હતા. 

આગની આ ઘટનામાં ઘણા લોકો ફસાયા હતા. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડના આઠ બંબાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ લોકોએ તરત જ બચાવ કામગિરી આરંભી હતી. આગની ભીષણતાને ધ્યાનમાં રાખી આ આગને લેવલ- ટુ જાહેર કરવામાં આવી હતી. ઘણાલોકો રસ્સી અને કપડાનાં ટુકડા બાંધી આગથી બચવા બાલકની, બાલકનીની દિવાલો પર બેસી ગયા હતા. અમૂક લોકો દોડીને ટેરેસ પર પહોંચી ગયા હતા.

ફાયર બ્રિગેડની ટીમે આગમાં ફસાયેલા ઇમારતના ૩૩થી વધુ લોકોનો પેરાપેટ વોલ, ફ્લેટની રૂમો, દાદરા અને અગાશી પરથી બચાવ કર્યો હતો. આ ઘટના બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી કે કોઇને પણ ઇજા થઇ નહોતી. આગનું કારણ જાણી શકાયું નહોતું જો કે શોર્ટ સર્કીટને આ આગ લાગી હોવાની આશંકા વર્તાવવામાં આવી હતી. 


Google NewsGoogle News