મુંબઈમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી, વીડિયો વાયરલ
Image Source: Twitter
Mumbai Murder Video: મુંબઈના વસઈ વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની ધોળા દિવસે રસ્તા પર ઘાતકી હત્યા કરી નાખી છે. આ હત્યાનો લાઈવ CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના મંગળવારે સવારે 8:30 વાગ્યે બની હોવાની માહિતી મળી રહી છે. આ ઘટના વસઈ ઈસ્ટ ચિંચપાડા વિસ્તારમાં બની છે.
મૃતક છોકરીનું નામ આરતી યાદવ (ઉંમર 20) અને આરોપીનું નામ રોહિત યાદવ છે. આરોપી લોખંડના તીક્ષ્ણ હથિયારથી અનેક વખત યુવતીના માથા ઘા કરે છે અને તેની હત્યા કરી નાખે છે. CCTV વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હત્યા દરમિયાન ત્યાં ખૂબ જ ભીડ હતી પરંતુ કોઈએ મૃતક યુવતીને ન બચાવી.
યુવતીને બચાવવા આવેલા વ્યક્તિ પર પણ કર્યો હુમલો
એક વ્યક્તિએ યુવતીને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આરોપી તેના પર પણ હુમલો કરવા દોડ્યો. ત્યારબાદ કોઈ પણ છોકરીને બચાવવા માટે વચ્ચે ન આવ્યું. સૂચના મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે પોલીસે જણાવ્યું કે, આ મામલો પ્રેમ પ્રસંગનો છે. આરોપી અને મૃતક છોકરી રિલેશનમાં હતા. થોડા દિવસ પહેલા જ છોકરીએ બ્રેક-અપ કરી લીધુ હતું.
#BreakingNews
— Shekhar Pujari (@ShekharPujari2) June 18, 2024
📷⚠️
A man brutally kills his lover in the middle of the road with Spanner in Vasai.
Asks 'Kyun Kiya Aisa Mere Saath'.
#Mumbai #Vasai #Murder #Crime #MumbaiMurder pic.twitter.com/as3I8seHcu
બીજા છોકરા સાથે રિલેશનની હતી શંકા
આરોપી છોકરાને મૃતક છોકરી પોતાની સાથે બ્રેક-અપ કર્યા બાદ બીજા છોકરા સાથે સબંધ હોવાની શંકા હતી. તેથી આરોપી યુવકે ગુસ્સામાં આ ખતરનાક પગલું ભર્યું હતું. આરોપી યુવકે પાછળથી આવીને છોકરી પર તાબડતોડ હુમલો કરીને તેની હત્યા કરી નાખી. હાલમાં વાલિવ પોલીસે હત્યાનો કેસ નોંધી આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.