Get The App

નવું પોર્ટલ ખોટકાતાં જન્મ મરણ પ્રમાણપત્રો મોટી સંખ્યામાં પેન્ડિંગ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
નવું પોર્ટલ ખોટકાતાં જન્મ મરણ પ્રમાણપત્રો મોટી સંખ્યામાં પેન્ડિંગ 1 - image


પહેલા જ દિવસથી પોર્ટલ ધીમું, એક એન્ટ્રી કરવામાં એક કલાક

ઓટીપી આવતો નથી, જૂની નોંધણીઓ શોધવા કેલેન્ડર ખુલતું નથી,  3 માસથી પ્રમાણપત્રો ન મળતાં નાગરિકોનાં કામો અટક્યાં

મુંબઈ :  જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો મેળવવા માટે જુલાઈથી શરૃ કરાયેલું નવું સિવિલ રજિસ્ટ્રેશન પોર્ટલ(સીઆરએસ) પર ટેકનિકલ ખામીઓને કારણે ફટકો પડયો છે. જેના કારણે મોટીસંખ્યામાંનાગરિકોના જન્મ-મરણના પ્રમાણપત્રો પેન્ડિંગ છે. આ ટેકનિકલ ખામી દૂર કરવા મહાનગરપાલિકાએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ફરિયાદ કરી  છે. 

નાગરિકોને જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે. વર્ષ૨૦૧૬ થી, આ પ્રમાણપત્રો કેન્દ્ર સરકારના સિવિલ રજીસ્ટ્રેશન સોફ્ટવેરનામના પોર્ટલ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યાં સુધી કોઈ સમસ્યા નહોતી. જો કેજુલાઈ મહિનાથીકેન્દ્ર સરકારે મહાનગરપાલિકાઓને અપડેટેડ  સીઆરએસ  પોર્ટલ પ્રદાન કર્યું હતું. પરંતુ, પ્રથમ દિવસથી જ આ પોર્ટલમાં ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો શરૃ થયો છે. આ પોર્ટલ અત્યંત ધીમું છે અને એક એન્ટ્રી કરવામાં એક કલાક લાગે છે. એન્ટ્રી કર્યા પછી  ઓટીપી સમયસર આવતો નથી. આ પોર્ટલ વચ્ચે-વચ્ચે બંધ પડી જાય છે. જૂની નોંધણીઓ શોધવા માટે કેલેન્ડર પણ ખુલતું નથી. રેકોર્ડ કરેલા દસ્તાવેજો પ્રિન્ટ કરતી વખતે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોડાક્ષરસાથેના નામો ખોટી રીતે પ્રિન્ટ થાય છે. આમ કર્યા બાદ પણ મહાનગરપાલિકા રજીસ્ટ્રેશન કરાવે તો તે જ જિલ્લા કક્ષાએથી મંજુરી મેળવવામાં ઘણો સમય લાગે છે. એથી, જુલાઈ મહિનાથી જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર પેન્ડિંગ પડયાં છે. 

વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને  સીઆરએસ પોર્ટલ દ્વારા ૯ વોર્ડમાં પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા શરૃ કરી હતી. નાગરિકોને અરજી કર્યાના બે દિવસમાં પ્રમાણપત્રો મળવાની અપેક્ષા છે. પરંતુ, આ ટેકનિકલ ખામીના કારણે પ્રમાણપત્રો ઉપલબ્ધ ન હોવાથી નાગરિકોનોને અગવડતા પડી રહી છે. કેન્દ્ર સરકારની કમ્પ્યુટર સિસ્ટમ કેટલી બોજારૃપ અને બિનકાર્યક્ષમ એ દેખાય આવે છે. છેલ્લા  ત્રણ  મહિનાથી પ્રમાણપત્રો મળતાં ન હોવાથી નાગરિકોની કામગીરી ખોરવાઈ રહી છે. મૃત્યુની નોંધણી ન થવાને કારણે પેન્શનની સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

વસઈ વિરાર મહાનગરપાલિકાની રાજ્ય અને કેન્દ્રને ફરિયાદો

આ સમસ્યા વિશે વસઈ-વિરાર મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાને કેન્દ્ર અને રાજ્ય તરફથી કોઈ મદદ મળી રહી નથી. સીઆરએસપોર્ટલમાં ખામીના કારણે નાગરિકોને જન્મ અને મૃત્યુ પ્રમાણપત્રો મળી રહ્યા નથી. ડેપ્યુટી કમિશનર (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) સમીર ભૂમકરે માહિતી આપી હતી કે, મહાનગરપાલિકા રાજ્ય અને કેન્દ્ર સરકારને ફરિયાદો સાથે સતતફોલોઅપ કરી રહી છે. અમને જવાબ આવી રહયો છે કે, અમે આ ટેકિનકલ ખામીને વહેલી તકે દૂર કરીને નાગરિકોને પ્રમાણપત્ર આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સમસ્યાનો રાજ્યની મોટા ભાગની બધી મહાનગરપાલિકા સામનો કરી રહી છે.



Google NewsGoogle News