Get The App

રાષ્ટ્રપતિની નજર સામે નૌકાદળનું પ્રચંડ શક્તિ- પ્રદર્શન

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
રાષ્ટ્રપતિની નજર સામે નૌકાદળનું પ્રચંડ શક્તિ- પ્રદર્શન 1 - image


30 એરક્રાફ્ટે  ફ્લાયપાસ્ટ કરી સલામી આપી

સાગરી કવાયતમાં 15 યુદ્ધ- જહાજો અને સબમરીન સામેલ

મુંબઇ :  સંરક્ષણ દળની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મુએ આજે અરબી સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયરના તૂતક ઉપરથી ભારતીય નૌકાદળનું પ્રચંડ શક્તિ- પ્રદર્શન નિહાળ્યું હતું. 

દેશની  સાગરી સીમાની હિફાઝત કરતા નૌકાદળની કામગીરીનો તાગ મેળવવા માટે અને નજરોનજર શક્તિ પ્રદર્શન જોવા માટ ે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું આજે સવારે ગોવામાં આગમન થયા બાદ મધદરિયે ભારતીય બનાવટના વિમાન-વાહક જહાજ આઇ.એન.એસ. વિક્રાંત પર લઇ જવામાં આવ્યા હતા. એરક્રાફ્ટ કેરિયરના તૂતક પરથી પ્રેસિડેન્ટે આગલી હરોળના ૧૫ યુદ્ધ-જહાજો અને સબમરીનો સાથે નેવીની અનેકવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

વિમાનવાહક જહાજની એરસ્ટ્રીય પરથી ફાઇટર પ્લેનના ઉડ્ડયન અને ઉતરાણ, યુદ્ધ- જહાજો પરથી છોડવામાં આવેલા મિસાઇલો, તરતા એરપોર્ટની ગરજ  સારતા આ વિમાન- વાહક જહાજ પરથી ઉડતા અને ઉતરતા હેલિકોપ્ટરોની મહત્ત્વની ભૂમિકા, વોર- શિપ્સ પરથી છોડવામાં આવતા તોપગોળાની ધણધણાટી અને દરિયાના પેટાળમાં ઘૂમીને દુશ્મનોનો ખાતમો બોલાવતી સબમરીનની કામગીરીનું રાષ્ટ્રપતિએ પ્રત્યક્ષ દર્શન કર્યું હતું. ત્યાર પછી નેવલ એર- વિંગના ૩૦ એરક્રાફ્ટ ફ્લાય-પાસ્ટ કરી પસાર થયા હતા અને રાષ્ટ્રપતિને જાણે આકાશી સલામી આપી હતી. એવી જ રીતે રાષ્ટ્રપતિ વિમાન- વાહક જહાજમાં બેઠા હતા તેની સામેથી હારબંધ યુદ્ધ- જહાજો પસાર થયા હતા અને માનવંદના કરી હતી.



Google NewsGoogle News