અબજોનું કૌભાંડ કરનારા નિરવ મોદી પર ફિલ્મ બનશે
આ વર્ષના અંતથી શૂટિંગ શરુ કરાશે
એક પુસ્તક પર આધારિત ફિલ્મનું દિગ્દર્શન ગુલ્લકથી જાણીતા પલાશ વાસવાણી કરશે
મુંબઈ - બેન્કોને અબજો રુપિયામાં નવડાવનારા મહાકૌભાંડી નિરવ મોદી પર પણ ફિલ્મ બનવાની છે. 'ગુલ્લક'નું દિગ્દર્શન કરીને જાણીતા બનેલા પલાશ વાસવાણીને આ ફિલ્મનું દિગ્દર્શન સોંપવામાં આવ્યું છે.
આ ફિલ્મ 'ફલોડઃ ધી રાઈઝ એન્ડ ફોલ ઓફ ઈન્ડિયાઝ ડાયમન્ડ મોગલ નિરવ મોદી' ટાઈટલ ધરાવતાં એક પુસ્તક પર આધારિત હશે. તેમાં નિરવ મોદીનાં શરુઆતના બિઝનેસ સાહસો, ડાયમન્ડ વ્યાપાર ઉપરાંત બાદના બેન્ક કૌભાંડો સહિતની સમગ્ર કથા વણી લેવામાં આવશે.
ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતથી જ શરુ કરી દેવામાં આવશે અને આવતાં વર્ષની શરુઆતમાં તે રીલિઝ કરી દેવામાં આવશે. નિરવ મોદીની ભૂમિકા ભજવવા માટે કેટલાક જાણીતા કલાકારોનો સંપર્ક થઈ રહ્યો છે. જોકે, હજુ સુધી ફિલ્મની ઓફિશિયલ જાહેરાત બાકી છે. તે વખતે જ ફિલ્મનાં કાસ્ટિંગ વિશે કોઈ જાહેરાત થશે તેવી અટકળો સેવાય છે.