Get The App

ફાઈનાન્સ કંપનીએ ટ્રેકટર જપ્ત કરી લેતા ખેડતની આત્મહત્યા

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
ફાઈનાન્સ કંપનીએ ટ્રેકટર જપ્ત કરી લેતા  ખેડતની આત્મહત્યા 1 - image


વચનોની  લ્હાણીઓ વચ્ચે ખેડૂતોની વાસ્તવિક હાલત

2 વર્ષથી ખેતરમાં પાક નિષ્ફળ જતાં ખેડૂત લોનની રકમ ચૂકવી શક્યો ન હતો

મુંબઈ  :  મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં જુદાજુદા રાજકીય પક્ષના નેતાઓ દ્વારા મતદારોને આકર્ષક લોભામણી જાહેરાતો કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કરજના લીધે ખેડૂતોની આત્મહત્યાનો સિલસીલો ચાલુ જ છે. નાગપુરમાં લોનની રકમ ન ભરી શકતા ફાઈનાન્સ કંપની દ્વારા ટ્રેકટર જપ્ત કરી લેવામાં આવતા હતાશામાં ખેડૂતે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું હતું.

વિગત મુજબ, આ ઘટના મંગળવારે  સવારે નાગપુરના ભીવાપુરમાં  સોમનાલા ગામમાં બની હતી. જેમાં પચ્ચાવન વર્ષીય રવિન્દ્ર અલોને આત્મહત્યા કરી હતી.

ઘટના મુજબ, રવિન્દ્ર પાસે  ત્રણ એકરની ખેતીની જમીન હતી. આ માટે તેણે લોન લીધી હતી. પરંતુ છેલ્લા બે વર્ષમાં ખેતરમાં  પાક નિષ્ફળ જવાને કારણે રવિન્દ્ર લોનની રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયો હતો.

લોનની રકમ ચૂકવવામાં અસમર્થ હોવાથી ફાઈનાન્સ કંપનીએ રવિન્દ્રનું  એકમાત્ર આધાર  ટ્રેકટર જપ્ત કરી લીધું હતું. આનાથી હતાશ થતા રવિન્દ્રએ પોતાના ઘરમાં   ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.



Google NewsGoogle News