Get The App

પૂણેમાં ડોક્ટર અને તેમની દીકરીને ઝીકા વાયરસનાં દર્દી

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
પૂણેમાં ડોક્ટર અને તેમની દીકરીને ઝીકા વાયરસનાં દર્દી 1 - image


આ વર્ષમાં ઝીકાના પહેલા 2 કેસ

એરંડવણે વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશઃ બંનેને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ

મુંબઇ :  વર્ષ ૨૦૨૪મા ઝિકા વાયરસના પ્રથમ બે કેસ પુણેમાં મળી આવ્યા છે તેવું પીએમસીના એક અધિકારીએ બુધવારે કહ્યું હતું.

પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસરે કહ્યું કે પૂણે શહેરના એરંડવણે વિસ્તારમાં એક ૪૬ વર્ષીય ડોક્ટર અને તેમની કિશોર વયની પુત્રી ઝિકા વાયરસ માટે પોઝિટિવ હોવાની જાણ થઇ છે. બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પુણેના નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજિ (એનઆઇવી)માં ડોક્ટરનું સેમ્પલ મોકલવામાં આવ્યું હતું.

૨૧મી જૂને રિપોર્ટ મળ્યો હતો તે પછી તેમના પરિવારના સભ્યોના સેમ્પલ પણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા તો પુત્રી પણ ઝિકાવાયરસ પોઝિટિવ હોવાની જાણ થઇ હતી. પરિવારના અન્ય સભ્યો નેગેટિવ હોવાની જાણ થઇ હતી. આ પછી પીએમસીના અધિકારીઓ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ઝીણવટભર્યું નીરિક્ષણ કર્યું હતું. ચેપ ફાટી નહીં નીકળે તેની તકેદારી રાખવા પીએમસીએ નાગરિકોને એડવાઇઝરી મોકલી હતી જેમાં આસપાસના વિસ્તાર ચોખ્ખાચણક રાખવાનું કહેવામાં આવ્યું હતું. ચેપગ્રસ્ત મચ્છર કરડવાથી ઝિકા વાયરસ ફેલાય છે તેવું પીએમસીના હેલ્થ ઓફિસર  ડો. રાજેશ દિઘેએ કહ્યું હતું. આ જ મચ્છર ડેન્ગ્યુ અને ચિકુનગુન્યા પણ ફેલાવે છે. વાયરસનો ફેલાવો અટકાવવા પીએમસીએ ફોગિંગ સહિત હતી અન્ય જરૃરી પગલાં ભર્યા હતા.



Google NewsGoogle News