Get The App

ભેટમાં આપેલો આફ્રિકન પોપટ પાછો આપે તો જ છૂટાછેડા મળશે

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
ભેટમાં આપેલો આફ્રિકન પોપટ  પાછો આપે તો જ છૂટાછેડા મળશે 1 - image


પત્ની સામે પતિની કોર્ટમાં અજબ શરત

પુણે ફેમિલી કોર્ટમાં ભરણપોષણ, મિલ્કતમાં હક્ક બાબતે કોઈ તકરાર નહીં, પોપટ માટે જીદ

મુંબઈ :  પુણેમાં પતિ અને પત્નીના સંબંધ બગડયા બાદ છૂટાછેડા લેવાનો દંપતીએ નિર્ણય કર્યો હતો. એકબીજા પર આરોપ પ્રત્યારોપ થતા હોય છે અને અનેક વાર શરતોને આધીન સમાધાન થતું  હોય છે. પરંતુ પુણેમાં આ દંપતીએ  કરેલા  છૂટાછેડાના કેસની ચર્ચા થઈ રહી છે. 

આ કેસમાં પતિ અને પત્ની બંનેએ ભરણપોષણ, સ્ત્રીધન અને જંગમ મિલકત પર અધિકાર છોડી દીધો હતો. પણ પત્ની પાસેનો આફ્રિકન પોપટ મેળવવા પતિએ જીદ પકડી રાખતાં મામલો અટક્યો હતો. કાઉન્સેલિંગ દરમ્યાન પતિએ આ જીદ રજૂ કરી હતી. પત્નીએ પોપટ પાછો આપવાનું માન્ય કર્યા બાદ છૂટાછેડા પાર પડયા હતા.

પુણેના પતિએ પત્ની પાસેથી છૂટાછેડા લેવા માટે એક અજબ માગણી મૂકી હતી. તેણે પત્નીને ભેટમાં આપેલો આફ્રિકન પોપટ પાછો આપવાની માગણી કરતાં લોકોને આશ્ચર્ય થયું હતું. છૂટા છેડાની અરજી કરનારા દંપતી હાલ આફ્રિકન પોપટને લઈને ચર્ચામાં છે. પુણે ફેમિલી કોર્ટેમાં આ દંપતીએ છૂટાછેડાની અરજી કરી હતી.

લગ્ન પૂર્વે પતિએ પત્નીને આફ્રિકન પોપટ ભેટમાં આપ્યો હતો. હવે આ પોપટ પોતાને પાછો મળશે તો જ છૂટાછડા આપશે એવી માગણી કરીને પતિએ કોર્ટમાં શરત મૂકી હતી. પ્રાથમિક માબિતી અનુસાર બંનેના લગ્ન ૨૦૧૯માં પુણેમાં થયા હતા. ચાર પાંચ વર્ષથી મતભેદ થતાં વિવાદ થયો હતો.


Google NewsGoogle News