પુણેમાં રસ્તા પર ખોદકામ વખતે તોપનો ગોળો મળ્યો

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
પુણેમાં રસ્તા પર ખોદકામ વખતે તોપનો ગોળો મળ્યો 1 - image


પોલીસ ઉપરાંત બોમ્બ સ્કવોડ પણ પહોંચી

સૈન્ય દ્વારા  પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાતો  રણગાડીની તોપનો ગોળો હોવાની શક્યતા

મુંબઇ :  પુણેના હિંજવડી વિસ્તારમાં રસ્તા પર પુલના બાંધકામ માટે ખોદકામ કરવામાં આવતું હતું એ વખતે તોપનો વજનદાર ગોળો મળી આવ્યો હતો. તરત જ પોલીસની બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તોપના ગોળાને તાબામાં લઈ લશ્કરને હવાલે કર્યો હતો. ટેન્કમાં વપરાતો આ ગોળો હોવાનું કહેવાય છે.

પુણે જિલ્લામાં સંરક્ષણ દળ તરફથી જુદા જુદા નિર્જન વિસ્તારોમાં અવારનવાર પ્રેક્ટિસ ફાયરિંગ કરવામાં આવતું હોય છે. થોડા વર્ષો પહેલાં આવા જ પ્રેક્ટિસ  ફાયરિંગ વખતે આ તોપગોળો છોડવામાં આવ્યો હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

હિંજવડી માણ-મ્હાળુંગે રસ્તા પર પુલ માટે ખોકલેન મશીનથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું એ વખતે વજનદાર તોપગોળો મળી આવ્યો હતો.



Google NewsGoogle News