Get The App

ટૂ વ્હિલરમાં હેલ્મેટ વિનાના પિલિયન રાઈડર સામે પણ ઝુંબેશ ચાલશે

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
ટૂ વ્હિલરમાં  હેલ્મેટ વિનાના પિલિયન રાઈડર સામે પણ ઝુંબેશ ચાલશે 1 - image


ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યભરમાં આદેશ

ઇ-ચલાન મશીનમાં  પિલિયન રાઈડરે હેલ્મેટ નહિ પહેર્યાનું અલગથી નોંધાશે

મુંબઈ :  રાજ્યની ટ્રાફિક પોલીસે ટુ-વ્હિલર વાહનચાલક ઉપરાંત તેની પાછળ બેસનાર સામે પણ હેલ્મેટ ન પહેરવા બદલ કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મહત્ત્વની વાત એ છે કે વાહનચાલક તથા પાછળ બેસનાર દ્વારા નિયમના ઉલ્લંધનનો વચ્ચેનો તફાવત હવે ઇ-ચલાન મશીનોમાં પણ દર્શાવાશે.

મહારાષ્ટ્ર ટ્રાફિક પોલીસે રાજ્યના તમામ શહેરો અને ગ્રામિણ વિસ્તારની ટ્રાફિક પોલીસ શાખાઓમાં સરક્યુલર મોકલીને નોંધાવ્યું છે કે હેલ્મેટના નિયમનું અમલીકરણ બહુ ઓછું થાય છે. રોડ અકસ્માતોમાં હેલ્મન ન પહેરવાના મુખ્ય કારણે વાહનચાલક અને પાછળ બેસનાર બન્નેની જાન જોખમાય છે. તેથી બન્નેએ હેલ્મેટ પહેરવી ફરજિયાત હોવાનું કહેવામાં આવ્યું છે. અગાઉ ઇ-ચલાન મશીનોમાં ટુ-વ્હિલર ચલાવનારી વ્યક્તિના માથા પર હેલ્મેટ ન હોય તો ઉલ્લંધનની નોંધ થતી હતી અને હેલ્મેટ વગર પ્રવાસનો મેસેજ તેમાં પ્રદર્શિત થતો હતો, પણ હવેથી મશીનમાં પણ આગળની અને પાછળની વ્યક્તિનો તફાવત નોંધાશે અને વાહનચાલક ઉપરાંત પાછળ બેસેલા પ્રવાસીએ પણ જો હેલ્મેટ ન પહેર્યું હોય તો તેની મશીનમાં અલગથી નોંધ થશે.



Google NewsGoogle News