Get The App

બારના વેઈટર સામે અશ્લીલતાનો ગુનો નોધી શકાય નહીં

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
બારના વેઈટર સામે અશ્લીલતાનો ગુનો નોધી શકાય નહીં 1 - image


અશ્લીલતાનો ગુનો નોઁધવા વ્યક્તિ પોતે તેમાં રાચતી હોવાનું જરૃરી

વેઈટરની ફરજ માત્ર ગ્રાહકોને ખાણીપીણી પીરસવાની હોવાની હાઈકોર્ટની નોંધ

મુંબઈ :  મહિલા જ્યાં અશ્લીલ નૃત્ય કરતી હોય એવા બાર અને રેસ્ટોરાંમાં વેઈટર કરીકે કામ કરતી વ્યક્તિ સામે અશ્લીલતાના  ગુનો નોંધી શકાય નહીં કેમ કે તેની ફરજ માત્ર ખાણીપીણી પીરસવાની હોય છે, એમ બોમ્બે હાઈકોર્ટે નોંધ કરી હતી.

લાડના સંતોષ રોડ્રીગ્સ સામે એફઆઈઆર રદ કરવાનો આદેશ આપીને કોર્ટે નોંધ કરી હતી કે ૧૪ એપ્રિલે ૨૦૧૬માં ન્યુ પાર્ક સાઈડ બાર એન્ડ રેસ્ટોરાંમાં જ્યારે પોલીસે રેડ પાડી ત્યારે અરજદાર સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે અરજદાર વેઈટર તરીકે કામ કરતો હતો. 

ગ્રાહકોને મનોરંજન માણવા માટે સુવિધા પૂરી પાડવા અને ગ્રાહકોને પીરસવા બદલ અરજદાર સહિત દરેક સામે ચોક્કસ ભૂમિકા આરોપનામામાં દર્શાવાઈ હતી. આથી ગુનામાં સહભાગ લીધો હાવાનો આરોપ બનતો હોવાની સરકારી પક્ષે દલીલ કરી હતી. 

અશ્લીલતાને પ્રોત્સાહન આપવાના ગુના માટે વ્યક્તિ જાહેરમાં અશ્લીલ કૃત્ય કે ગાયન ગાતી અથવા ઉચ્ચારતી હોવાનું જરૃરી છે. અરજાર કોઈ રીતે અશ્લીલ કૃત્યમાં સંડોવાયેલો હોવાનું રેકોર્ડ પર જણાતું નથી. કોર્ટે નિરીક્ષણ કરીને તેની સામેનો કેસ રદ કર્યો હતો.


Google NewsGoogle News