75 વર્ષની મહિલાના અંગદાનથી 42 વર્ષના પુરુષને નવજીવન

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
75 વર્ષની મહિલાના અંગદાનથી 42 વર્ષના પુરુષને નવજીવન 1 - image


ભાંડુપમાં દીકરાઓએ તરત જ અંગદાનનો નિર્ણય લીધો

મુંબઈમાં 32મું અંગદાન સફળઃ જોકે, હજુ પણ અંગદાન બાબતે મહાનગરમાં જાગૃતિનો અભાવ

મુંબઈ :  ભાંડુપમાં  ૭૫ વર્ષીય મહિલાને તીવ્ર ઇસ્કેમિક સ્ટ્રોક આવતાં બ્રેઈન ડેડ જાહેર કરાઈ  હતી. બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ તુરંત જ તેના દિકરાઓએ અવયવદાન માટે મંજૂરી આપી હતી. જેથી શહેરમાં ૩૨મું અંગદાન સફળ થયું હતું. 

અયવયદાનની સંમતિ બાદ ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કોડનેશન સેન્ટરે દાન કરેલું યકૃત ભાંડુપના ૪૨ વર્ષીય પુરૃષને આપવામાં આવ્યું. જેની સારવાર મુલુન્ડની ખાનગી  હાસ્પિટલમાં ચાલી રહી છે. મૃતકના દર્દીના પરિવારજનો અવયવદાન બાબતે જાગરૃક હતાં. જેથી એક વ્યક્તિને નવજીવન મળી ગયું છે.

અંગદાન બાબતે લોકોમાં હજીયે જોઈએ તેટલી જાગરૃકતા આવી નથી. આથી અંગદાનની સંખ્યા હજીયે ઓછી છે. જ્યારે બીજી તરફ અંગદાનની પ્રતિક્ષામાં રહેલાં લોકોની સંખ્યા ખૂબ મોટી છે. આથી વધુમાં વધુ લોકો અંગદાન પ્રત્યે જાગરૃક થાય તેવા પ્રયત્નો તંત્ર દ્વારા ચાલી રહ્યાં હોવાની માહિતી મળી છે.



Google NewsGoogle News