Get The App

16 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારી લાઈવ રેકોર્ડિંગ તેના પિતાને મોકલ્યું

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
16 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારી લાઈવ રેકોર્ડિંગ તેના પિતાને મોકલ્યું 1 - image


નાગપુરના યુવકે તરુણીને પ્રેમજાળમાં ફસાવી હતી

સંબંધો વણસ્યા બાદ લગ્નની લાલચે બોલાવી બળાત્કારઃ માતાની ફરિયાદ બાદ આરોપી યુવાનની પોલીસ દ્વારા ધરપકડ

મુંબઈ :  નાગપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ૨૦ વર્ષના એક યુવાને ૧૬ વર્ષની એક કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવાને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેણે આ ઘટનાનું રેકોર્ડીંગ તેના મોબાઈલમાં કરી લીધું હતું. ત્યારબાદ યુવાને અત્યાચારનો આ વીડિયો પીડિતના પિતાને મોકલી આપ્યો હતો.

આ ઘટના બાદ રોષે ભરાયેલા પિતા પીડિતાની માતા સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા જ્યાં પીડિતાની માતાની ફરિયાદને આધારે યુવાન સામે બળાત્કાર અને પોકસો કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ સંદર્ભે નાગપુર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી પ્રજયોત હરિહર બંડોલે (૨૦)એ પ્રથમ પીડિત કિશોરી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો.

બન્ને વચ્ચે થોડા સમય પહેલાં અણબનાવ બન્યો હતો અને ત્યારથી બન્ને વચ્ચેના સંબંધોમાં ખરાશ આવી ગઈ હતી. આ દરમિયાન બંડોલેએ કિશોરીને લગ્નનું વચન આપી મળવા બોલાવી હતી અને તેના પર બળાત્કાર ગુજારી આ ઘટના તેના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી.

 રમિયાન ફરીથી અમુક કારણસર બન્ને વચ્ચે વિવા  થતા બંડોલેએ આ વીડિયો પીડિતાના પિતાને વોટ્સએપ પર મોકલી આપ્યો હતો. આ વીડિયો જોઈ પીડિત કિશોરીના પિતા રોષે ભરાયા હતા અને તેની માતા સાથે અહીંના શાંતિનગર પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતા.

પીડિત કિશોરીની માતાની ફરિયાદને આધારે પોલીસે શનિવારે બંડોલે સામે આઈપીસીની બળાત્કારની કલમ અને પોક્સો કાયદાની વિવિધ કલમો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી બંડોલેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



Google NewsGoogle News