વર્સોલી બીચ પાસે 1500 કિલોની બલીન વ્હેલ મૃત હાલતમાં મળી આવી

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
વર્સોલી બીચ પાસે 1500 કિલોની બલીન વ્હેલ મૃત હાલતમાં મળી આવી 1 - image


18 ફુટ લાંબી બલીન વ્હેલ અલીબાગ બીચ પર  તણાઈ આવી

500થી વધુ લોકો બીચ પર એકઠા થયા, સ્ટડી માટે સેમ્પલ લઈ  બીચ પર દેહ  દફનાવાયો

મુંબઇ  :  અલીબાગના વર્સોલી બીચ પર રવિવારે સવારે ૧૮ ફુટ લાંબી અને ૧૫૦૦ કિલોની બલિન વ્હેલનો મૃતદેહ પાણીના પ્રવાહમાં કિનારે આવી પહોંચ્યો હતો. વન અધિકારીઓ અને પશુ ચિકિત્સકે કિનારા પર વિશાળ દરયાઈ માછલીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં તપાસ બાદ મૃતદેહને દરિયા કિનારે દાટી દેવામાં આવ્યો હતો.

આ ઘટના રવિવારે સવારે  ૧૧ વાગ્યાની આસપાસ બની હતી.  આ  ૧૮ ફુટ લાંબી બલીન વ્હેલ માછીમારોને બીચ પર  મળી આવી હતી.  ત્યારબાદ  વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી.  માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ  અને પશુ ચિકિત્સક  તાત્કાલિક  ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વ્હેલની તપાસ કરી હતી અને તેને મૃત જાહેર કરાઈ હતી.

૧૧ વાગ્યાની આસપાસ હાઈ ટાઈડ હોવાનો કારણે  અને  બીચમાં  પાણીનું સ્તર ઓછું હોવાથી  આ વ્હેલ  તણાઈ આવી  હોવાનું વન વિભાગને હાલ અનુમાન છે.   પ્રાથમિક તપાસ  અને પરિક્ષણ પૂર્ણ થયા બાદ મૃતદેહને બીચ પર જ દાટી દેવામાં આવ્યો હતો. તો વન વિભાગે વ્હેલના સેમ્પલ એકસપર્ટ સ્ટડી માટે  રાખ્યા હતા. 

બલીન વ્હેલ  જ્યારે ં વર્સોલી બીચ પહોંચી હતી.ત્યારે આ દ્રશ્ય જોવા માટે બીચ પર ૫૦૦ થી વધુ લોકો એકઠા થયા હતા.   વન વિભાગના અધિકારીઓએ વ્હેલનું વજન માપતા તે આશરે ૧૫૦૦ કિલોગ્રામ હોવાનો અંદાજ લાગ્યો હતો.  આ અંગે  રેન્જ  ફોરેસ્ટ ઓફિસર સમીર શિંદેએ જણાવ્યું હતું કે, વ્હેલના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. કારણ કે,  વ્હેલના શરીર પર કોઈ ઈજાઓના નિશાનો જોવા મળ્યા ન હતા.



Google NewsGoogle News