મુલુંડમાં 15 વર્ષની સગીરાને ચાકુથી ડરાવી બળાત્કાર

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
મુલુંડમાં 15 વર્ષની સગીરાને ચાકુથી ડરાવી બળાત્કાર 1 - image


કેફી ડ્રગ પીવડાવ્યું, માતાની હત્યાની ધમકીં

પોલીસે 21 વર્ષના યુવકને ઝડપી લીધો, અન્ય આરોપીને પકડી પાડવા પ્રયાસ

મુંબઇ :  મુંબઇના પૂર્વીય પરાં મુલુંડમાં ૧૫ વર્ષની એક સગીરા પર ચાકૂની ધાકે સામુહિક બળાત્કારની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આરોપીઓએ પીડિતાની માતાને મારી નાંખવાની ધમકી આપી તેને નશીલું પીણું પાઇ ચાકૂની ધાકે તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.

આ ઘટના બાદ પોલીસે ૨૧ વર્ષના યુવકને ઝડપી લીધો હતો અને અન્ય એક આરોપીને પકડી પાડવા પોલીસની એક ટીમને અન્ય રાજ્યમાં મોકલવામાં આવી છે. 

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મુલુંડમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ૧૫ વર્ષની સગીરાને બે વ્યક્તિઓએ નશીલું પીણું પાઇ ચાકૂની ધાકે તેના પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ બંને નરાધમોએ પીડિતાની માતાને મારી નાંખવાની પણ ધમકી આપી હતી. આ ઘટના બાદ બંને આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

આ ઘટના બાબતે પીડિતાએ તેના પરિવારજનોને જાણ કર્યા બાદ મુલુંડ પોલીસે સામુહિક બળાત્કાર અને પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી હાથ ધરી ૨૧ વર્ષના એક નરાધમને ઝડપી લીધો હતો. આ કેસનો અન્ય એક આરોપી તેના મૂળ વતનમાં અન્ય રાજ્યમાં ભાગી છૂટયો હોવાની જાણ પોલીસને થતા પોલીસે એક ટીમ બનાવી આરોપીને પકડી પાડવા અન્ય રાજ્યમાં રવાના કરી છે.



Google NewsGoogle News